સોની ટીવી પર થોડા સમય પહેલા મોહ મોહ કે ધાગે સિરિયલની શરૂઆત થઇ છે. જેમાં લીડ રોલમાં ભાવનગરની યુવતી નિયતી ફટનાની છે, જે સિરિયલમાં અરુંધતી નાણાવટીનું પાત્ર ભજવી રહી છે. તેની સાથે લીડ રોલમાં એઝાઝ ખાન છે, જે અનેક ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળ્યો છે. તે સરપંચ રાયધન રાજ કતરાના પાત્રમાં છે. આ સિરિયલ ગુજરાતના ગામડા વિસ્તારની વાર્તા પર આધારિત છે. તેમજ અમદાવાદની યુવતીની વાત છે. એઝાઝ અને નિયતી સાથે થયેલી રૂબરૂ વાતચિત.

  1. સિરિયલમાં તમારા પાત્ર વિશે અને પોતાની સાથેની સામન્યતા વિશે જણાવો.

એઝાઝ મારી વીસ વર્ષની કરિયરમાં આ પ્રકારનું પાત્ર મેં આજસુધી ભજવ્યું નથી. હું સિરિયલમાં 42 વર્ષના અંબોલી ગામના સરપંચ રાયધનનું પાત્ર ભજવી રહ્યો છું અને રીયલ લાઇફમાં પણ મારી ઉંમર 42 વર્ષની જ છે. મુખી સિંગલ છે અને હું પણ સિંગલ છું. મુખીની બહેન તેને લગ્ન કરવા માટે સતત ટોકતી રહેતી હોય છે અને મારી સગી બહેન પણ મને હંમેશા ફોર્સ કરતી હોય છે. સરપંચ તેની રીતે તેના નિયમો પ્રમાણે ચાલે છે. તે આજના ભારત દેશનો વિકાસશીલ નાગરિક છે. એક રીતે ગુજરાતના ગામડાની પણ વાત છે.

નિયતી અરુંધતી નાણાવટી 22 વર્ષની યુવતી છે અને તેણે થોડા સમયમાં પોતાની મહેનતથી અંબાણી બની જવું છે. ખૂબ પૈસા કમાવવા છે. તે મધ્યમ પરિવારની યુવતી છે. તેને પોતાના પિતાને ઘર અપાવવાની ઇચ્છા છે. અરું અને નિયતી બંને ખૂબ જ ક્યુંટ છે. હું પણ મારા પેરન્ટ્સને ખુશી આપવા ઇચ્છું છું. તેઓ મારી પ્રગતિથી ખુશ છે. ઘણીબધી સામ્યતાઓ છે અને તેના કારણે જ હું આ પાત્ર વધારે સારી રીતે કરી શકું છું.

  1. સિરિયલના પાત્ર માટે કેટલી તૈયારીઓ કરવી પડી.

એઝાઝ રોલ માટે થઇને રીસર્ચ કરવા માટે હું ત્રણ અઠવાડિયા નાલાસોના ગામમાં રહ્યો હતો. મારા એક મિત્રનો દોસ્ત ત્યાં સરપંચ છે. હું ત્યાં જઇને ઘણુ શીખ્યો. તે લોકો કઇ રીતે જીવે છે. તેમના વિચારો કેવા પ્રકારના છે.

નિયતી મારું પાત્ર ખૂબ બબલી જેવું છે અને થોડું ઘણુ ગુજરાતી ભાષાનું કનેક્શન છે, જે હું ગુજરાતી છું તેથી શીખવું પડ્યું નથી. હા શૂટીંગ શરૂ થાય તે પહેલા થોડું મોક શૂટ અને ડાયલોગ રીડીંગની પ્રોસેસ કરવામાં આવી હતી.

  1. સિરિયલમાં ગુજરાતી પાત્ર માટે ગુજરાતી શીખવી પડી.

એઝાઝ મારા ડાયલોગમાં એક લાઇન તો તમને ગુજરાતીની જોવા મળશે. હું તેના માટે પ્રયત્ન કરું છું. પણ મને ગુજરાતી બોલતા વધારે સારું આવડતું નથી. કચ્છ અને અમદાવાદની બંનેની ગુજરાતી બોલવાની ભાષા પણ અલગ છે. તો તેને વધારે મહત્વ આપ્યું નથી પણ સરળ ગુજરાતી ભાષાના વાક્યો અને શબ્દો તમને સાંભળવા મળશે.

નિયતી હું તો 22 વર્ષ ગુજરાતમાં રહી છું. તો મારી ભાષા ગુજરાતી છે. હું રાજકોટમાં જન્મી છું અને ભાવનગરમાં રહીને સ્કુલ કરી છે અને ત્યારપછી અમદાવાદની જીએલએસ કોલેજમાં ભણી છું. સૌરાષ્ટ્ર અને અમદાવાદની ભાષાથી સારી રીતે પરીચિત છું.

  1. એઝાઝ તુ ટેલિવિઝન અને ફિલ્મોમાં કેવી રીતે બેલેન્સ કરે છે.

હું એક વર્ષ ટીવી અને એક વર્ષ ફિલ્મ એ રીતે કરતો રહું છું. કોઇ નેગેટીવ રોલ કરીયે ત્યારે તેમાંથી બહાર નીકળવા, કોઇ નવા રોલ માટે અને ફ્રેશ રોલ માટે ફરીથી રેડી થવા માટે બ્રેક લેવો જરૂરી છે. જેના કારણે હું પોતાને કલાકાર તરીકે વધારે ડેવલપ કરી શકું.

  1. નિયતી અનુભવી કલાકારો સાથે શૂટીંગ વખતે નર્વસ થઇ હતી.

જો સીધુ શૂટીંગ હોત તો આ પરિસ્થીતી ઊભી થઇ હોત. શૂટીંગ પહેલા અમારું મોક શૂટ કરવામાં આવ્યું હતું. થોડાઘણા એપિસોડનું રીડીંગ કરવામાં આવ્યું હતું. અમે એકબીજાના પરિચયમાં આવી ગયા હતા. એઝાઝ ઘમા સમયથી આ ફિલ્ડમાં છે અને મારી આ બીજી જ સિરિયલ છે. તેથી મારા માટે શીખવાની નવી તક હતી. મને ક્યારેય કોઇના દ્વારા નવી વ્યક્તિ છું તેવું ક્યારેય ફિલ કરાવવામાં આવ્યું નથી.

મેધા પંડ્યા ભટ્ટ

 

 

Loading

Spread the love

Leave a Comment