સ્વીટી વિડ્સ એનઆરઆઇ ફિલ્મ રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. જેમાં ગુજરાતી પરિવારની વાર્તા જોવા મળશે. ફક્ત એટલું જ નહીં ફિલ્મનું શૂટીંગ પણ ગુજરાતના વડોદરા શહેરમાં થયેલું છે. તેની સાથે ફિલ્મમાં સ્વીટીના પાત્રમાં ઝોયા અફરોઝ છે. જે આ પહેલા ફિલ્મ ધ એક્સપોઝમાં જોવા મળી હતી. ઝોયા ચાઇલ્ડ આર્ટીસ્ટ તરીકે ફિલ્મ હમ સાથ સાથ હૈ, કલ હો ના હો અને કુછ ના કહો માં કામ કરી ચૂકી છે. ઝોયાએ રૂબરૂ મુલાકાતમાં ફિલ્મ અને પાત્ર વિશે જણાવ્યું.

ફિલ્મના તારા પાત્ર વિશે જણાવ.

મારું પાત્ર સ્વીટી દેસાઇ નામની યુવતીનું છે. ઘણા સમયથી આવું પાત્ર ભજવવાની ઇચ્છા હતી જે ખૂબ જ લાઇટ હાર્ટેડ છે. તેના પાત્રમાં ઘણો ગ્રાફ જોવા મળશે. તે આજની યુવતી છે. 2017ની યુવતી છે. તેને જે સાચું લાગે તે જ કરવામાં માને છે અને કરે પણ છે. ફિલ્મમાં તેના પિતા અને બોયફ્રેન્ડ આકાશ સાથેનો જે સંબંધ છે, તે ખૂબ જ અલગ અલગ જોવા મળશે. તે પોતાના પિતાને પ્રેમ કરે છે, પણ તેમનાથી તેને ડર પણ લાગે છે. તે પોતાના પિતાને કઇ કહી શકતી નથી. તેના પિતા તેના માટે એનઆરઆઇ દુલ્હો શોધતા હોય છે. સ્વીટી દરેક એનઆરઆઇ છોકરાને નાપસંદ કરતી હોય છે. તે આખી રમત ઊભી કરે છે જેમાં તેના પિતાને પણ દુખ ન થાય અને એનઆઇઆર યુવક સાથે લગ્ન પણ ન થાય અને તે જે યુવકને પ્રેમ કરે છે, તેની સાથે તેના લગન થઇ જાય. આખી ફિલ્મમાં આ બાબત ખૂબ રમૂજ ઊભી કરનારી છે. એક સ્ટ્રોંગ કેરેક્ટર છે, એક ટાઇટલ રોલ છે. એક એક્ટર માટે ફિલ્મમાં ટાઇટલ રોલ ખૂબ જ મહત્વનો હોય છે. પ્રેમની સાથે હાસ્ય પણ લોકોને જોવા મળશે.

ગુજરાતી યુવતીનો રોલ પ્લે કરવા કેટલી તૈયારી કરી.

ઘણીબધી યુવતીઓને ઓબ્ઝર્વ કરવી પડી હતી પણ મારા માટે વધારે મુશ્કેલ રહ્યું નહીં કારણકે આજના યંગસ્ટર્સના વિચારો એક જેવા જોવા મળતા હોય છે. તેમને પોતાની લાઇફ પાસેથી શું જોઇએ છે, તે ખબર છે. ભાષા થોડી શીખવી પડી. તે સિવાય ગુજરાતી કલાકારો પણ છે ફિલ્મમાં જેમનો પણ ખૂબ જ સપોર્ટ મળી રહ્યો હતો. ગુજરાતી લોકો સાથે એક અલગ પ્રકારની બોન્ડિંગ થઇ ગઇ છે.

સ્વીટીમાં અને ઝોયામાં કેટલી સામ્યતા છે.

ઘણીબધી સામ્યતા જોવા મળશે. જે રીતે સ્વીટી જે નક્કી કરી લે છે, તે કરીને જ રહે છે, તે જ રીતે ઝોયા કઇક કરવાનું નક્કી કરે તો તે કાર્ય પૂરું કરીને જ રહે છે. સ્વીટી પોતાના પિતાને દુખી ન કરીને સરળ રીતે પોતાની વાતને રજૂ કરવાનો અને મનાવવાનો પ્રયત્ન કરે છે, જેમાં એક કેરીંગ નેચર જોવા મળે છે. તો મારું પણ એવું જ છે, કે કોઇપણ વ્યક્તિને દુખ ન પહોંચે તે રીતે વાત કરવી જોઇએ. તે સિવાય સ્વીટી ખૂબ જ જોલી અને બિન્દાસ છે, જે હું પણ છું.

નાનપણથી જ એક્ટીંગનો શોખ હતો.

હું હંમેશાથી એક્ટીંગમાં જ આવવા ઇચ્છતી હતી. મારો અનુભવ હંમેશા સારો જ રહ્યો છે. એક્ટીંગ મારો પહેલો પ્રેમ છે. તેથી તે ક્યારેય છૂટશે નહીં. અત્યાર સુધીને મારો અનુભવ હંમેશા સારો રહ્યો છે.

ફિલ્મનું ગીત દિ લે ગઇ કુડી ગુજરાતની ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યું છે.

ફિલ્મનું ટીઝર અને ટ્રેલર જ્યારે બહાર પડ્યું ત્યારે દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે અને તેમાં આ ગીત ઉમેરાતા લોકો ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. તે સિવાયના બીજા ગીતો પણ ખૂબ લોકપ્રિય થયા છે. લોકોનો જે સારો ફીડબેક મળી રહ્યો છે, તે ખૂબ આનંદની વાત છે કારણકે એક ફિલ્મ બનવા પાછળ ખૂબ મહેનત થતી હોય છે. વળી, આ ફિલ્મ ગુજરાતના બરોડા શહેરા શૂટ થઇ છે. અમે 30 દિવસ શૂટીગ કર્યું છે. તેથી ગુજરાતના લોકો પણ ખૂબ વખાણી રહ્યા છે.

બરોડા શહેરનો અનુભવ કેવો રહ્યો.

બરોડામાં અમે એક મહિનો શૂટ કર્યું હતુ અને તે એક મહિનો કેવી રીતે પસાર થઇ ગયો તેની ખબર જ ન પડી. રોજ 12 થી 14 કલાકનું શૂટીગ રહેતું હતું. ખૂબ જ હેક્ટીંગ શિડ્યુલ રહ્યો છે. ખૂબ જ લાઇટ હાર્ટેડ ફિલ્મ હતી તેથી ક્યારે સમય પસાર થઇ ગયો ખબર જ ન પડી. બરોડાની આઇટીએમ યુનિવર્સમાં શૂટીંગ થયું છે. બરોડામાં એક મહિનામાં ત્યાની ઘણીબધી બાબતો યાદ રહી ગઇ છે. જે ક્યારેય ભૂલી શકાશે નહીં. વર્કશોપ કરવું, સેટ પર જવું, દરેક કેરેક્ટર સાથે ચર્ચા કરવી, મસ્તી મજાક સાથે કામ કરવું. ફિલ્મની આખી ટીમનું દિવસે અને રાત્રે સાથે જ જમવાનું એક ફેમીલી જેવી ફિલીંગ હતી.

આજના યંગસ્ટર્સ માટે આ લગ્ન કેટલા અલગ પ્રકારના હશે.

એકદમ પાગલ કરી દે તેવી કોમેડી સાથેના લગ્ન જોવા મળશે. આવા લગ્ન ક્યારેય જોવા મળશે નહીં.

મેધા પંડ્યા ભટ્ટ

 

Loading

Spread the love

Leave a Comment