ઝી ટીવી એક આદર્શ દિકરાની વાર્તા પર સ્પોટલાઈટ નાખે છે, જે તેની મુશ્કેલીઓ છતા પણ પરિવારને સાથે રાખે છે. તે તેના પરિવારનો જોડતો એક ગુંદર છે… દરેકના ચહેરા પર સ્મિત લાવવાની આંતરિક ક્ષમતા તેનામાં છે… વેદાંત ત્રિપાઠી પરિવારમાં દરેકની ઇચ્છાઓ દિલથી પૂરી કરે છે.

ઝી ટીવીના આગામી પ્રાઈમટાઈમની શરૂઆતની ઓફરીંગ “રાજા બેટા” દર્શકોની સામે રજૂ કરે છે, એક આદર્શ યુવાન, વેદાંત- એક ઉચ્ચ અભ્યાસ કરેલો ગાયનેકોલોજિસ્ટ, જેને ત્રિપાઠી પરિવારમાં ગંગાદત્ત ત્રિપાઠી દ્વારા નાનપણમાં જ દત્તક લેવામાં આવ્યો હતો. જેનાથી તેના નકામા એવા દિકરા રમેશને પ્રોત્સાહિત કરી શકે. તેમણે વેદાંતને તેના દિકરા તરીકે જ ઉછેર્યો છે. અત્યંત નિરુત્સાહ, નિરાશ પિતા દ્વારા ઉછેર્યો હોવા છતાં પણ તેના દાદા- દાદીનો પ્રેમ મળ્યો છે. વેદાંત ઉછરીને એક સુંદર સુશિલ યુવાન બને છે, અને તે એ બધું જ પુરું કરે છે, જે રમેશ નથી કરી શકતો. સતત તે એવા પરિવારને તેના માટે કરેલું બધું જ પાછું વાળવાની તૈયારી કરે છે. વેદાંતના આદર્શો એટલા સારા છે કે, તેને પોતાના જ લોકો દ્વારા ઘણી વખત તેને ઇર્ષા, અસલામતી, ગુસ્સો અને શોષણનો સામનો કરવો પડે છે. શું પ્રેમ વેદાંતના નસીબને બદલાવશે અને તેના જીવનમાં કોઈ ખરેખર એવું આવશે કે જે તેને બિનશરતી પ્રેમ કરશે?ફક્ત સમય જ કહેશે.

અપર્ણા ભોંસલે, બિઝનેસ હેડ, ઝી ટીવી કહે છે, અમે 2019ની શરૂઆત દર્શકોને એક અલગ જ કોન્સેપ્ટ રાજા બેટાથી કરી છે. આ શોમાં મહિલા કેન્દ્રિત ઘરેડવાળા શોને સાઈડમાં કરી અને એક આદર્શ યુવાન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જે જન્મથી અનાથ છે, જેને એક પરિવારમાં દ્વારા દત્તક લેવામાં આવ્યો છે, અંતે, તે તેના પરિવારને દત્તક લે છે. સામાન્ય રીતે પરંપરાગત પરિવારમાં મહિલાઓ કેન્દ્રિત જવાબદારી હોય છે, પરંતુ વેદાંતના પાત્રમાં જાતિની અલગતા એ ગતીશિલતા છે અને તે સમગ્ર દેશના હજારો પુરુષો માટે એક સકારાત્મક ઉદાહરણ બની રહેશે.

સોબો ફિલ્મ્સના પ્રોડ્યુસર સ્મૃતિ શિંદે કહે છે, “રાજાબેટાએ હિન્દી કાલ્પનીકમાં મારા પ્રોડક્શનની એક શરૂઆત છે. જો કે, ઝી નેટવર્કની સાથે મારું જોડાણ ઘણા સમયથી છે, જ્યારે મેં ઝી મરાઠી માટે તુજ્યાત જીવ રંગલાનું મેકિંગ શરૂ કર્યું હતું. રાજા બેટામાં એક અનાથના પ્રવાસની વાત છે. તે હંમેશા સકારાત્મક રહે છે અને એક યોગ્ય માણસ તરીકે ઉભરી આવે છે. ઝી ટીવી સાથે જોડાવવું એ અત્યંત ગર્વની વાત છે અને આશા રાખીએ છીએ કે, ચેનલની સાથે અમારું આ જોડાણ આ નવી ઓફરને એક નવા સ્તર પર લઈ જશે.”

એક યુવાન અત્યંત શિક્ષિત ગાયનેકોલોજિસ્ટનું વેદાંત ત્રિપાઠીનું પાત્ર સુંદર અભિનેતા રાહુલ સુધિર, જે આ શોથી ટેલિવિઝન ક્ષેત્રે પ્રવેશી રહ્યા છે. તેની સાથે સુંદર સમ્ભાબના મોહંતી પ્રવેશી રહી છે, જે પૂર્વા મિશ્રા, એક સ્વતંત્ર અને એક દિલથી નારીવાદીનું પાત્ર નિભાવે છે. જે તેના પોતાના સિદ્ધાંતો અને માન્યતાઓ પર ચાલે છે. જ્યારે અભિનેતા ફેનિલ ઉમરીગર પૂર્વાની બહેન પંખુરીનું પાત્ર શોમાં ભજવતી જોવા મળશે.

અભિનેતા રાહુલ સુધીર કહે છે, “વેદાંતએ એક સંબંધો તથા પારિવારિક મૂલ્યોનો વિજેતા છે અને તે નિઃસ્વાર્થ ભાવે પોતાની જાતને પોતાના પરિવારનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. જન્મથી જ અનાથ હોવાને કારણે, તેની સાથે જન્મથી જોડાયેલા કોઈ જ સંબંધો નથી. તે હંમેશા પ્રેમ તથા તેના પરિવારમાં તેનો સ્વિકાર થાય એ માટે પ્રયત્ન કરતો રહે છે, જેને ક્યારેય તેનો પોતાનો નથી માન્યો. વેદાંત જેવા પાત્રની સાથે, હું એક આદર્શ પુરુષની આસપાસના વિચારોને બદલાવવા માટે ઉત્સાહિત છું અને લોકો ઘરમાં પુરુષના રોલને એક અલગ જ રીતે જોઈ શકશે. વધુમાં, વાર્તા અને શોની કલ્પના અત્યંત પકડ ધરાવતી છે. જે તમારા હૃદયને સ્પર્શી જશે. ટેલિવિઝન પર આ મારો પ્રથમ બ્રેક છે અને હું દર્શકોને પસંદ આવે તેવું એક પર્ફોર્મન્સ આપવા માટે હું શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ.”

અભિનેતા સમ્ભાબના મોહંતિ કહે છે, “હું હંમેશા મારી જાતને ટેલિવિઝનના માધ્યમથી એક અભિનેત્રી બનેલી જોવા ઇચ્છતી હતી અને હું રાજાબેટા જેવા શોનો હિસ્સો બનતા અત્યંત ઉત્સાહિત છું. હું પૂર્વા, એક સ્વતંત્ર અને સશક્ત મહિલા જે તેના પોતાના સિદ્ધાંતો પર ચાલે છે અને તેના પરિવારને પ્રેમ કરે છે. શો કરવા માટે મને સૌથી વધુ પ્રેરણા તેની કલ્પના તથા તેની ઓફબીટ કથાથી મળી છે. જે આપણી સિસ્ટમમાં પુરુષોની ભૂમિકાને સંબંધીત દંતકથાઓને તોડે છે. આ પ્રથમ વખત છે, જેમાં હું ટેલિવિઝનની સાથે જોડાઈ છું અને હું આ નવા સુંદર પ્રવાસને શરૂ કરવા માટે અત્યંત ઉત્સાહિત છું.”

કલાકાર ફેનિલ ઉમરીગર કહે છે, “હું પંખુરીનું પાત્ર કરી રહી છું. તે તેની બહેન અને દાદીની સાથે જોડાયેલી છે અને હંમેશા તેનું ધ્યાન રાખે છે. હું આ શો માટે ઉત્સાહિત છું એટલું જ નહીં, પરંતુ ઝી ટીવી સાથે કામ કરવાના તથ્યથી પણ ખૂબ જ ખુશ છું. આ ચેનલ સાથેની મારી અંતિમ સિરિયલ કાલા ટીકા હતી અને શોમાં મારા ગૌરીના પાત્ર માટે મને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું હતું. હું આશા રાખું છું કે, રાજાબેટાને પણ એવો જ પ્રતિસાદ અને પ્રેમ દર્શકો પાસેથી મળે.”

શું પ્રેમ વેદાંતના નસીબને બદલી શકશે અને શું તે ખરેખર જેને લાયક છે, તેવો પ્રેમ મેળવી શકશે? શું તેનો પરિવાર તેનું ખરેખર મૂલ્ય સમજી શકશે અને તે જેને લાયક છે, તે પ્રેમ અને સ્નેહ આપશે? રાજા બેટા શો શરૂ થઈ ચૂક્યો છે.

Loading

Spread the love

Leave a Comment