અત્યંત પ્રતિભાશાળી અભિનેતા રાજીવ પૌલ સ્ટાર ભારતની (લાઇફ ઓકે – રિબ્રાન્ડ) નવીન શરૂ થયેલી સિરિયલ જિગી મા સાથે પુનરાગમન કરે છે. પ્રથમ વખત અભિનેતા સ્ક્રીન પર પિતાનું પાત્ર ભજવશે. તેઓના પાત્રનું નામ જયંત રાવત, જે એક સજ્જન અને દયાળુ વ્યક્તિ છે. તેઓ પલ્લવી પ્રધાન સાથે સ્ક્રીન શેર કરશે. રાજીવ પૌલ સાથે થયેલી વાતચિત.

તમે સ્ટાર ભારતના શો જિગી માના તમારા પાત્ર માટે કેટલા ઉત્સાહિત છો ?

હું ખૂબ ઉત્સાહિત છું! કેમ કે હું હંમેશા ટીવી સ્ક્રીનથી ઘણો દૂર રહ્યો છું, તમે વિચારી નહી શકો કે સેટ પર હું કેટલો અદ્ભુત લાગુ છું !! ચેનલ શો અને સિરિયલ મારા માટે જાણે ફરીથી લોન્ચ કરે છે.

પાત્ર માટે તમારી પસંદગી કેવી રીતે થઇ ?

માર્ચ મહિનામાં મને આ શો માટે ફોન આવ્યો ત્યારે, ઘણાને ખબર નહોતી, પણ મેં 26 ડિસેમ્બર, 2016 ના રોજ મારા પિતાને ગુમાવ્યા હતા, તેથી હું થોડા મહિના માટે મુંબઈમાં પણ ન હતો. 2 વર્ષ પહેલાં મેં મારી માતાને કેન્સરના કારણે ગુમાવી હતી. તેથી જ્યારે મને ફોન આવ્યો ત્યારે મારી પાસે જવાબ આપવા માટે યોગ્ય સમય હતો નહીં. ઘણા સમય પછી હું હું અનિચ્છાએ મળવા માટે ગયો હતો અને મને આ શો માટેના પાત્રના સિલેક્શનમાં મને સૌથી છેલ્લી ઓફર મળી ત્યારે મને નવાઇ લાગી નહોતી. હું માનું છું કે મારા માતાપિતાના આશીર્વાદના કારણે મને આ ભૂમિકા મળી છે.

તમારા પાત્ર વિશે થોડું જણાવો.

આ શોમાં હું જે પાત્ર ભજવું છું તે શાનદાર પાત્ર છે. તે અતિ સમૃદ્ધ છે. તે કોઇપણ કામમાં ચિંતા કરતો નથી અને દરેક કાર્યની ચોક્કસ ચકાસણી કર્યા પછી જ તે કાર્ય કરે છે. પોતાના આરોગ્યની સંભાળ રાખે છે અને પોતાના પરિવારને પ્રેમ કરે છે. પરિવારમાં સંસ્કાર અને મુલ્યો જળવાઇ રહે તેવા સતત પ્રયત્ન કરે છે, એકસાથે બધાએ જમવાનુ હોય છે,  સાથે મળીને આનંદ કરે છે અને એનજીઓ સાથે કામ કરે છે. જેથી લોકોનું જીવન વધુ સારું બને. અન્ય ઘણા બધા કારણો પણ છે

પાત્રના ઊંડાણને સમજવું કેટલું સહેલું અને મુશ્કેલ છે?

હું એક અભિનેતા હોવાનો  અનુભવ કરી રહ્યો છું. સેટ પર તમારા વાળ બનાવવામાં આવે, તમારા સહાયકો તમારા તે દિવસના ડાયલોગ્સ કે સ્ક્રીપ્ટ વાંચતા જોવા મળે છે.  જ્યારે કોસ્ચ્યુમ પહેરતા હો છો ત્યારે જાદુ થાય છે અને રાજીવમાંથી જયંતના પાત્રમાં ઢળી જાઉં છું. જ્યારે હું ફિલ્મો જોઉં છું અથવા વાસ્તવિક જીવનમાં લોકોનું નિરીક્ષણ કરું છું ત્યારે હું તેમની પાસેથી કેટલીક વસ્તુઓ શીખીને તેને મારા પાત્રમાં સામેલ કરું છું.

તમારા પાત્રથી તમે કેટલાં અલગ છો?

રાજીવ પૌલ અને જયંત રાવત  વચ્ચે થોડીઘણી સમાનતાઓ છે. હું માનું છું કે અમે બંને સમૃદ્ધ અને લાગણીશીલ અને ધ્યાન રાખનાર વ્યક્તિત્વ ધરાવીએ છીએ. જોકે જયંત એક બિઝનેસમેન છે અને બે પુખ્ત વયના બાળકોનો પિતા છે અને તેને અત્યંત વર્ચસ્વ ધરાવતી પત્ની છે,  તેથી તે નસીબદાર નથી.

લાંબા બ્રેક પછી ટેલિવિઝન પર પાછું આવવું કેવું લાગી રહ્યું છે?

છેલ્લા નવ વર્ષથી હું લિલિટ દુબે સાથે નાટક અને વેડિંગ આલ્બમ કરી રહ્યો છું. સાથે જ હું કોઇ સારા પાત્રની રાહ જોઇ રહ્યો હતો,  જેની સાથે હું પુનરાગમન કરી શકું. ક્યારેક રાહ જોવું પણ સારું સાબિત થાય છે. કેટલાક રોલની ઓફર મને મળી હતી પણ મને પાત્ર પસંદ આવતા નહોતા. મને લાગે છે કે દરેક કલાકાર માટે એક ચોક્કસ રોલ લખવામાં આવતો હોય છે.. તેથી હું માનું છું કે હવે મારો સમય આવી રહ્યો છે. હું માનું છું કે તે મહત્વપૂર્ણ છે કે તમે કેવી રીતે ધીરજથી રાહ જુઓ છો અને રાહ જોતા વખતે તમે શું કરો છો.

તમારી સાથેના કલાકારો વિશે જણાવો?

પલ્લવી પ્રધાન ખૂબ જ જાણીતી કલાકાર છે. તેમની સાથે કામ કરવું તે આનંદની વાત છે. રાજેશ બલવાણી એક વરિષ્ઠ અભિનેતા છે. તનવી, અને ભાવિકા તમામ નવી પ્રતિભા છે અને પહેલાં કેટલાક શો કર્યા છે. તેમ છતાં હું પહેલી વાર તે બધા સાથે કામ કરી રહ્યો છું, અમે ખૂબ સારી રીતે ચર્ચા કરીએ છીએ. અમને દરેકને એકબીજા માટે પ્રેમ અને આદર છે.

ભવિષ્ય માટે તમારા લક્ષ્યાંક શું છે?

આ શો ઉપરાંત હું ટૂંક સમયમાં મારા બે વધુ પુસ્તકો પ્રકાશિત કરવાની યોજના ઘડી રહ્યો છું. તેની જાહેરાત ટૂંક સમયમાં જ કરીશ.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment