આપણે બધા બોલિવૂડની અભિનેત્રીઓની ચમકદાર ત્વચાથી આકર્ષાઇ જતા હોઇએ છીએ. ઘણીવાર મનમાં એવો પ્રશ્ન પણ ઊભો થતો હશે કે તેઓ પોતાની ત્વચાને કઇ રીતે આટલી સુંદર રીતે જાળવી શકતા હશે. તેમની આ સિક્રેટ્સને જાણવાની ઇચ્છા દરેક યુવતી અને મહિલાને થતી હોય છે. દરેક બોલિવૂડ દિવા હંમેશા પોતાની ત્વચા, વાળ અને બોડીને લઇને આકર્ષણ ઊભું કરે છે. કોઇપણ ફંક્શનમાં તૈયાર થવામાં એકબીજાથી પાછળ રહેતી નથી. કહેવાય છે કે જ્યારે તમે સારા દેખાવ છો, તો મનથી પણ પ્રફુલ્લિત રહી શકો છો. તો આપણે આજે કેટલીક જાણીતી બોલિવૂડ અભિનેત્રીઓની બ્યૂટી વિશે જાણીયે.
1, કરીના કપૂર
કરીના કપૂર ઘણા લોકોની પસંદીદા અભિનેત્રી છે. તે પોતાના સૌંદર્ય માટે આજેપણ વખણાય છે. લોકો તેની ત્વચાની સૌથી વધારે ઇર્ષ્યા કરે છે. તેને જ્યારે પૂછવામાં આવ્યું કે તે પોતાની ત્વચાની જાળવણી માટે શું કરે છે, તો તે કહ્યું કે, મારી મમ્મીની સ્કીન મારા કરતા પણ વધારે ચમકદાર છે. કરીના ક્યારેય તેના ચહેરા પર પૈનકેક મેકઅપ કે અન્ય રસાયણોનો ઉપયોગ કરવાનું પસંદ કરતી નથી. તેને ફેસિયલ કરાવવાનું પણ પસંદ નથી. તે રોજના 6થી 8 ગ્લાસ પાણી પીવાનું વધારે મહત્વનું ગણે છે.
સૌંદર્ય રહસ્ય – કરીનાનું માનવું છે કે જ્યારે સવારે ઊઠીયે ત્યારે આપણા ચહેરા પર ભેજનું નરમ પડ હોય છે. તેથી તે ઠંડા પાણીથી મોં ધોવાનું પસંદ કરે છે. રાત્રી દરમિયાન તે લૈનકમ ફેસવોશનો ઉપયોગ કરે છે. તે હુદ્ર-ગ્લોબલ સ્ટ્રોંગ એન્ટી એજીંગ હાઇડ્રેશન મોઇશ્ચોરાઇઝર અને ક્લેરીન સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. તે વાઇએસએલ બ્રાઉન આઇ પેન્સિલ અને મશ્કારાનો ઉપયોગ કરે છે. તે ઉપરાંત તેના માટે એક ચૈરીશ મૈક લિપસ્ટીક, મૈક ઇમ્પોરર કોપર બ્રશ અને ચેનલ કોહલ છે. તે આઉટીંગ પર જતી વખતે ફક્ત કાજળ અને પીંક લિપસ્ટીકનો ઉપયોગ કરે છે. તેના પરફ્યુમમાં જીન પોલ ગોલ્ટીયર અને અન જાર્ડીન એન મેડીટેરેની શામેલ છે. તેને શૂટીંગ સિવાય વધારે મેકઅપમાં રહેવું પસંદ નથી. કાર્યની જરૂરીયાત પ્રમાણે જ તે મેકઅપ કરે છે, નહીંતર ઘણીવાર તો તે ફક્ત લાઇટ મેકઅપ જ પસંદ કરે છે.
વાળની સુંદરતાનું રહસ્ય – કરીના એક કેરેટ શેમ્પુનો ઉપયોગ કરે છે. તે રેગ્યુલર હેર મસાજ કરાવે છે. જેમાં તે એકસાથે ચાર તેલને મિક્સ કરે છે. આ ચાર તેલ જેવાકે આલ્મન્ડ ઓઇલ, ઓલિવ ઓઇલ, કેસ્ટર ઓઇલ, કોકોનેટ ઓઇલ છે. તે બ્લોડ્રાય હેર વોલ્યુમ પસંદ કરે છે. ઓઇલ મસાજ તેને વધારે પસંદ છે, કારણકે તેનાથી વાળના મૂળીયા મજબૂત બને છે. સાથે જ મગજમાં બ્લડ સરક્યુલેશન પણ સારું થાય છે.
સ્વાસ્થ્ય અને આહાર – કરીના શાકાહારી ખોરાકનો ઉપયોગ કરે છે અને બ્રોકોલી, મેથી અને પાલક જેવા શાકભાજી ખાવાનું પસંદ કરે છે. તે દર ત્રણ કે ચાર કલાકમાં ખોરાક લે છે. તે દાળ-ભાતની સાથે ઘી ખાવાનું પસંદ કરે છે. તે રોજ એક કલાક અષ્ટાંગ અને યોગા માટે ફાળવે છે. તેના શૂટીંગ સમયમાં પણ તે મોટાભાગે પોતાની સ્કીન, ઓઇલ અને બોડીને બને તેટલો જાળવવાનો પ્રયત્ન કરતી રહે છે.
2. કૈટરીના કૈફ
કૈટરીના કૈફ સુંદર યુવતી છે. તે માને છે કે સારા દેખાવું વધારે મુશ્કેલ નથી. પોતાના દિવસની શરૂઆત તે 4 ગ્લાસ પાણી પીને કરે છે. તે નિયમીત કસરત કરવાનું અને સમયપર જમવાનું પસંદ કરે છે. તે પોતાના ઘરની બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લગાવવાનું ક્યારેય ભૂલતી નથી.
સૌંદર્ય રહસ્ય – કૈટરીના હેવી મેકઅપ વખતે પોતાની સ્કીનને વધારે ઇફેક્ટ ન થાય તેનું ખાસ ધ્યાન રાખે છે. તે ચહેરા પરના મેકઅપને દૂર કરવા માટે શૂ ઉમેરા સ્કીન ક્લીનઝીંગ બ્યુટી ઓઇલ અને લેન્ડકોમ ક્લીન્ઝીંગ મિલ્કનો ઉપયોગ કરે છે. તે મેને એન્ડ મોય ફેસવોશ અને લા પ્રેર નાઇટ ક્રીમનો ઉપયોગ કરે છે. તેને ચહેરાની જાળવણી માટે એની સેમોઇનના મીનરલ મડ માસ્કનો ઉપયોગ કરવો ગમે છે. તે રોજ પીટર થોમસ રોથ મેક્સ ડેઇલી ડિફેન્સ મોઇશ્ચરાઇઝર ક્રીમ એસપીએફ 30નો ઉપયોગ કરે છે. તે સ્ટીલા લીપ ગ્લોઝ લગાવ્યા વીના બહાર નીકળતી નથી. કૈટરીના પોતાની સાથે જિયોર્જિયા અરમાની શીયર બ્લશ, મેક્સ ફેક્ટર 2000 કેલરી કર્વ્ડ બ્રશ મસ્કારા અને મેક કોલ રાખે છે.
વાળની સુંદરતાનું રહસ્ય – તે કિહલના લવ ઇન કન્ડીનર અને કિહલનું જ ઓલિવ ફ્રુંટ ઓઇલનો ઉપયોગ કરે છે. વાળના જડમૂળ સૂધી તેની મસાજ કરે છે. તે કેરેટ્સના જ પ્રોડક્ટ્સનો ઉપયોગ વધારે કરે છે. તેના સિવાય અન્ય પ્રોડક્ટ તેને ફાવતા નથી.
સ્વાસ્થ્ય અને આહાર – સતત ટ્રાવેલિંગના કારણે ક્યારેક કોઇપણ ફિક્સ પ્રકારનું ડાયેટ રહેતું નથી. તે સ્ટ્રોંગ રીતે ડાયેટ ફોલો કરવામાં માનતી નથી. તેણે જણાવ્યું કે જ્યારે તે વધારે પ્રમાણમાં મીઠાઇઓ અને ઓઇલી ફુડ ખાય છે, ત્યારે તેની સ્કીન ખરાબ થઇ જાય છે. જ્યારે ફીશ ખાવાથી તેમાંથી ઓમેગા – 3 એસિડ મળે છે, જેના કારણે ત્વાચા વધારે સારી, સુંદર અને કોમળ બને છે. તેના સુડોળ શરીર માટે તે પોતાના પર્સનલ ટ્રેનરને જવાબદાર ગણે છે. તે જીમ રેગ્યુલર કરે છે અને ફીટ રહેવા માટે સ્વીમીંગ કરવાનું પસંદ કરે છે.
3. આલીયા ભટ્ટ
આલિયા ભટ્ટ કહે છે કે તમારી સુંદરતાનું મુખ્ય કારણ તમે સવારમાં કઇ તાજગી અને વિચારો સાથે ઊઠો છો, તેના પર આધારીત છે. આલીયાને મોટાભાગે સેન્સ મેકઅપ લુક સાથે જોઇ શકો છો. તે વધારે પ્રમાણમાં પાણી અને જ્યુસ પીવાની સલાહ આપે છે. તેને સ્પા ટ્રીટમેન્ટ કરાવવી ગમે છે. તે પોતાની ત્વચાને વધારે સમય આરામ મળી રહે તેવા પ્રયત્નો કરે છે.
સૌંદર્ય રહસ્ય – આલીયાને વધારે મેકઅપ કરવાનું પસંદ નથી. નોર્મલ લાઇફમાં તે ક્યારેય ચહેરા પર મેકઅપ કરતી નથી. ચહેરા પર વધારે પ્રમાણમાં મેકઅપ કરનાર યુવતીઓ પણ તેને ગમતી નથી. તેના પર્સમાં લીપ બામ, હેરબ્રશ અને પરફ્યુમ હંમેશા રહે છે. તે પુરુષો વાપરે તેવા પરફ્યુમ વધારે પસંદ કરે છે. તે કાજળ અને મેટ લિપસ્ટીકનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
વાળની સુંદરતાનું રહસ્ય – તે દર બીજા દિવસે પોતાના વાળ વોશ કરે છે. તે પોતાના વાળ, નખ અને સ્કીન માટે વીટામીન્સ લે છે.
સ્વાસ્થ્ય અને આહાર – તે જીમ રેગ્યુલર જાય છે. સાથે જ પાયલેટ્સ અને વજન માટેની પણ ટ્રેનિંગ લે છે. વધારે પ્રમાણમાં પાતળા હોવામાં માનતી નથી, યોગ્ય ખોરાક શરીર માટે જરૂરી છે, તેથી દરેક ખોરાક પસંદ કરે છે. તે કહે છે કે જો તમને પીત્ઝા ખાવાની ઇચ્છા હોય તો જરૂર ખાઓ પણ થોડા પ્રમાણમાં ખાવાનું રાખો. તમને જે પણ ખાવાની ઇચ્છા થાય તે ખાઇ લેવું જોઇએ પણ તેનું પ્રમાણ તમારે જાતે જ નક્કી કરવાનું હોય છે. તેના રોજીંદા ખોરાકમાં તે સફેદ ઇંડુ, વેજીટેબલ્સ, દૂધ,ચીકન અને રોટી લે છે.