બોલિવૂડમાં અને મરાઠીની અનેક ફિલ્મોમાં કામ કરનાર કલાકાર શ્રેયસ તળપદે હવે ટીવીના પડદે જોવા મળી રહ્યા છે. તેમનું પાત્ર અત્યાર સુધી તેમને ફિલ્મોમાં જોયા હોય તેના કરતા એકદમ અલગ પ્રકારનું છે. શ્રેયસ સાથે ટીવીના પડદે આવવા અને શોના પાત્ર વિશે થયેલી વાતચિત.

— માય નેમ ઈઝ લખન શો ની વાર્તા શું છે?

એક યુવાન લખનની વારતા છે,  જે ભૂમિકા મેં ભજવી છે.  તે મોટા ડોન માટે કામ કરતો સ્થાનિક ગુંડો છે. તે એ વાસ્તવિકતાથી સંપૂર્ણ માની ગયો છે કે તે જીવે તે જ જીવનની સાચી રીત છે.  જોકે તેના જીવનમાં અચાનક એવી ઘટના બને છે કે તેનો આ નજરિયો બદલાઈ જાય છે. તે પછી વ્યક્તિ તરીકે તેની અંદર બદલાવ આવવાનું શરૂ થાય છે. આ પછી તે જે મુશ્કેલીઓ હેઠળ પસાર થાય છે અને આ બદલાવ દરમિયાન તેને મળતા લોકો આસપાસ વારતા વીંટળાયેલી છે.  આમ, તે પોતાની રીતે આ બધું કઈ રીતે હાથ ધરે છે તે બહુ જ મજેદાર છે અને તે જ વાર્તા મને ગમી છે,  જેને લીધે આ શો મેં તાત્કાલિક સ્વીકારી લીધો હતો.

— આ શોમાં તમારા પાત્ર અને લૂક વિશે થોડું કહેશો?

મારું પાત્ર લખન મુખ્ય છે અને તે જે રીતે જીવન જીવી રહ્યો છે, તેને લઇને તેના પિતા સાથે તેને અમૂક મૂળભૂત સૈદ્ધાંતિક મતભેદો છે. તેને લાગે છે કે આજના સમયમાં પોતાને ટકાવી રાખવા માટે તે જીવે તે જ રીત ઉત્તમ છે. આથી આ દુનિયામાં જીવવા માટે તમારી પાસે શક્તિ હોવી જોઈએ, જે માટે તમે કોઈ પણ માર્ગ, કોઈ પણ માધ્યમ અપનાવી શકો છો અને તે સમયે તમને જે પણ યોગ્ય લાગે તે તમે કરો છો. પિતા જો કે સ્કૂલના શિક્ષક હોઈ તેમના પોતાના નિયમો અને મૂલ્યો છે. જે તેનો પુત્ર પણ પાલન કરે તેવું ચાહતા હોય છે. આમ, બંને વચ્ચે સંઘર્ષ ચાલતો રહે છે.

શો માં મારો લૂક આપણે ફિલ્મો કે શોમાં જોઈએ તેવા અસ્સલ ગુંડા જેવો નથી.  તે આજનો મુંબઈનો છોકરો છે.  લખન ગુંડો હોવા છતાં મનનો સારો છે અને ફેશન પરસ્ત પણ છે.  તે થોડો અલગ તરી આવે છે.  લખન ગમતીલો અને ખુશમિજાજી છે જે મને બહુ ગમે છે.  આ પાત્રમાં અમુક સારપ છે તો તેની અંદર અમુક મસ્તી પણ છે. આથી અમુકવાર તે જે પણ કરે તે તેના પિતા સંમત નહીં હોવા છતાં એ સમયે બરોબર કરી રહ્યો છે એવું તમને લાગશે.

— ટેલિવિઝન પર પદાર્પણ કરવા માટે આટલો બધો સમય કેમ લાગ્યો?

વાસ્તવમાં આપણે અન્ય રીતે જોઈએ તો ટેલિવિઝન પર મેં હાથમાં લીધો છે તેવો શો લાંબા સમય પછી લાવી રહ્યું છે.

— માય નેમ ઈઝ લખન જ શામાટે?

આ શો તેવો જ છે. જો મારી પાસે માય નેમ ઈઝ લખન જેવો શો અગાઉ કોઈ લાવ્યું હોત તો મેં બહુ અગાઉ હિંદી ટેલિવિઝન પર પદાર્પણ કરી દીધુ હોત. આથી હાલમાં મને એવું લાગે છે કે પરિપ્રેક્ષ્ય બદલાયું છે. આપણે માર્ગ પર કારમાં પોઈન્ટ એથી પોઈન્ટ બી સુધી પ્રવાસ કરતા હોઈએ તેવું આ છે.  જો તેને તમે એક બાજુથી જોશો તો કહેશો કે કાર આવી રહી છે,  જ્યારે અન્ય છેડાથી જોશો તો કહેશો કે કાર જઈ રહી છે.  આજ રીતે હું સંભવત:  એ કહેવા માગું છું કે ટેલિ‌વિઝન પર આ કમબેક છે, કારણકે હાલમાં વેબસિરીઝ અને ફિલ્મોથી પણ તેને તીવ્રસ્પર્ધા હેઠળ પસાર થવું પડી રહ્યું છે. આથી તેઓ વિવિધ ફોર્મેટ્સ લાવી રહ્યા છે અને આ ફોર્મેટ મર્યાદિત સિરીઝની હોઈ મને ગમી છે.  આ 29  એપિસોડની સિરીઝ છે અને અદભુત સંકલ્પના અને ઉત્તમ રીતે લખાઈ છે. ઉપરાંત દેખીતી રીતે જ સ્ક્રીન પર ઉત્તમ પાત્રો છે.  હું અભિનેતા છું,  જો તમે આવાં પાત્રો મારી પાસે લાવશો તો મને બહુ ખુશી થશે.  મને ભાષા અને માધ્યમની પરવા નથી. પાત્ર સારું હોવું જોઈએ.

— તમે ફિલ્મ અને ટેલિવિઝનમાંથી કોને મહત્વ આપશો?

મને લાગે છે કે હું ફક્ત અભિનયને અગ્રતા આપીશ.

— તમારા અનુસાર લખનની જીવવાની રીત શું છે?
લખન સીધોસટ યુવાન છે. મેં કહ્યું તેમ તેના પોતાના નિયમો અને તેનું જ તે પાલન કરવામાં માને છે.  સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે શક્તિશાળી જ હયાત રહી શકશે. તે જાણે છે કે તેણે શક્તિશાળી બનવાનું છે,  કારણકે લોકો છેતરપિંડી કરશે અને આગળ વધશે એ તે જાણે છે. મને લાગે છે કે વાસ્તવિક સંજોગોમાં આ અત્યંત સુસંગત છે, કારણકે તમને સ્કૂલથી જ મૂળભૂત નિયમો અને નૈતિકતાના પાઠ ભણાવવામાં આવે છે.  જોકે તમે અસલ દુનિયામાં નીકળો છો ત્યારે તમને ધ્યાનમાં આવે છે કે અમુક લોકો શીખેલું હોય તેનાથી સાવ વિપરીત કરતા હોય છે,  જેમાંથી શું સાચું છે તેનો સંઘર્ષ શરૂ થાય છે. લખન બદનસીબે બીજો માર્ગ લે છે. તેને લાગે છે કે ગુંડો બનીને મારામારી કરવી તે જીવનની રીત છે અને હયાતિ ટકાવી રાખવા માટે તે જ સાચું છે, પરંતુ તે ખોટો છે. દિવસને અંતે ક્યાંક લખનને એવું પણ લાગે છે કે કશુંક બરોબર નથી અને ત્યાં જ બદલાવ શરૂ થાય છે,  જેનું તેને પણ ભાન રહેતું નથી. આથી મને લાગે છે કે આપણે દરેકની અંદરની સારપ પર વધુ કેન્દ્રિત રહેવું જોઈએ, જેથી અંતે સારપની જ જીત થાય.

— રામ લખન ફિલ્મ જોઈ છે?  શું લખનનો લૂક તેનાથી પ્રેરિત છે?

હા,  તમે એવું કહી શકો છો. તમે લખનની વાત કરો ત્યારે ફિલ્મ રામલખનના અનિલ સર યાદ આવે છે. ફિલ્મમાં તેમણે પણ મૂછ રાખી છે,  જે અમારા શોમાં મેં રાખી છે. મારે માટે આ નવો લૂક અજમાયશ છે અને તેનો અમલ કરવા માટે માય નેમ ઈઝ લખન જેવો બીજો કોઈ બહેતર શો નહીં હોઈ શકે.

— તમે મરાઠી ટેલિવિઝનથી કારકિર્દી શરૂ કરી છે.  હિંદી અને મરાઠી ટેલિવિઝનમાં બહેતર શું છે એવું તને લાગે છે?

મેં રંગમંચથી કારકિર્દી શરૂ કરીને હિંદી ટીવીમાં નાની ભૂમિકાઓ કરી છે. આ પછી અમુક મોટા રોલ સાથે મરાઠી ટેલિવિઝન તરફ વળ્યો હતો. આજે ટીવીની પહોંચ અને લોકપ્રિયતા ભરપૂર છે.  આથી મરાઠી કે હિંદી,  ફિલ્મો અને ટીવી વચ્ચે રેખા હતી અને હવે વેબ સાથે તે રેખા રહી નથી.  આ દરેક મંચો નાણાંનો ઉમેરો કરવા સાથે દર્શકોને આકર્ષવાની ખાતરી રાખવા માટે ભરપૂર પ્રયાસ પણ કરી રહ્યાં છે.

— ટેલિવિઝન અને ફિલ્મો વચ્ચે સમય કઈ રીતે ફાળવો છો?

મને લાગે છે કે મન હોય તો માળવે જવાય. સામાન્ય રીતે મેં જોયું છે કે લોકો જે કરવા માગે તેને માટે તેમની પાસે સમય અને તારીખો હોય છે,  પરંતુ જો તેઓ નહીં કરવા માગતા હોય તો તેમની પાસે સોરી યાર ડેટ્સ નહિ હૈ કહેવાનું બહાનું છે. આથી જો તમે કશું કરવા માગો તો તમને નિશ્ચિત જ તે બધું નિભાવશો.

— પિતા બન્યા પછીનો અનુભવ કેવો રહ્યો?

બહુ સુંદર અનુભવ રહ્યો છે. મારા ઘણા બધા મિત્રો અને સંબંધીઓ આજીવન પરિવર્તનકારી અનુભવ લેવા માટે મને પૂછતા રહે છે.  જોકે હું ખરેખર તે માટે તૈયાર નથી.  જોકે એક સમય એવો આવ્યો જ્યારે હું તૈયાર થઈ ગયો.  તમારા બાળકને મોટા થતા જોવાનો અનુભવ સુંદર છે એવું મેં માન્યું નહોતું.  તેની સાથે દરેક સમય માણી રહ્યો છું.  તે નાની બાબતોને ઓળખવા લાગી છે,  લોકોને પ્રતિક્રિયા આપે છે અને રોજ મારે માટે નવો અનુભવ હોય છે.  તે વાસ્તવમાં મને શાંત રહેવા,  સમજદાર રહેવા અને ધીરજ રાખવા જેવી ઘણી બધી બાબતો શીખવે છે.

— હવે ટેલિવિઝન પર પદાર્પણ કરી દીધું છે તો આ મંચ પર વારંવાર જોવા મળશો?

હું ટેલિવિઝન વધુ કરવા માગતો હતો.  ફિલ્મોમાં આવવા પૂર્વે મેં મરાઠી ડેઇલી સોપ્સ કરી છે, પરંતુ એક સમય એવો આવ્યો કે કામનું દબાણ વધતાં મેં ડેલી સોપ્સ છોડી દીધી.  લોકોને એવું લાગે છે કે ફિલ્મો માટે મેં ટીવી છોડ્યું.  જોકે વાસ્તવિકતા જુદી છે. ફિલ્મ કરવા પૂર્વે હું લગભગ  3 વર્ષ ઘરે બેઠેલો હતો. તે સમયે પણ મને ડેલી સોપ્સની ઓફર આવતી હતી.  તે સમયે લોકોએ ડેલી સોપ્સ બનાવવાનું હજુ શરૂ કર્યું હતું અને નિશ્ચિત એપિસોડની સિરીઝની વાર્તાઓ  નહોતી.  આથી તે રેખા પર મને એવું લાગ્યું કે હું યોગ્ય વ્યવસાયમાં નથી અને મેં ટેલિવિઝન છોડી દીધું અને સદનસીબે મને ફિલ્મો મળી. આથી અગાઉથી નિશ્ચિત સિરીઝ કરવાનું મને સારું લાગતું હતું અને આગળ જતાં જો લોકો આવો વિષય-વાર્તા લાવશે તો હું તેનો હિસ્સો જરૂર બનીશ.

— લખનની ભૂમિકા માટે કોઈ વિશેષ તૈયારીઓ કરી છે ખરી?

હાલમાં મેં મૂછો વધારી છે. તે સિવાય કશું નહીં. નસીરૂદ્દીન શાહ સરે મને એક વખત બહુ સારું કહ્યું હતું – ગાયક માટે તેનું રિયાઝ તે પોતાનું સાધન બહાર કાઢે ત્યારથી શરૂ થાય છે, પરંતુ અભિનેતા માટે રિયાઝ તે સવારે આંખો ખોલે અને રાત્રે સૂવા જાય ત્યાં સુધી શરૂ થાય છે.  આથી તમે નિરીક્ષણ કરો તે નાની બાબતોને તમારા કામમાં સમાવવાનો તમારે પ્રયાસ કરવો જોઈએ અને લખનના પાત્રમાં તે જ બન્યું છે. ભૂતકાળમાં મેં અમુક ટપોરીઓનું વર્તન જોયું છે, જે અહીં હવે કામ લાગી રહ્યું છે.

— શું તમે લખન ડાન્સ ક્યારેય કર્યો છે?

હમણાં સુધી નહીં,  પરંતુ ટૂંક સમયમાં કરવાનું શરૂ કરીશ એવો અંદાજ છે, કારણકે આ ટ્રેડમાર્ક સ્ટેપ છે,  જે અમારે ચૂકવા નહીં જોઈએ એવું મને લાગે છે.

 

Loading

Spread the love

Leave a Comment