બોલિવૂડના જાણીતા અને લોકપ્રિય ટી-સિરિઝના સ્વ.ગુલશન કુમારની દિકરી તુલસી કુમાર હાલમાં ફિલ્મોના તેના ગીતોને લઇને ખૂબ લોકપ્રિય છે. તેઓ છેલ્લા 13 વર્ષથી બોલિવૂડમાં છે અને કેટલાય લોકપ્રિય અને જાણીતા ગીતો આપ્યા છે. હાલમાં તેમના કેટલાક ગીતો ખૂબ લોકપ્રિય થયા છે, જેમાં ફિલ્મ ‘મરજાંવા’નું ‘થોડી જગહ દેદે મુજે….’ , ફિલ્મ ‘કબીરસિંહ’નું ‘મેરી રાંહે તેરે તક હૈ….. તેરી બન જાઉંગી’, ફિલ્મ ‘લુકાછૂપી’નું ‘તુ લોંગ મે ઇલાયચી…’ ખૂબ લોકપ્રિય થઇ રહ્યા છે. તુલસી કુમાર તે ઉપરાંત અનેક આલ્બમ્સ પણ કરતા રહે છે. સંગીતના વાતાવરણમાં અને સંગીતની દુનિયામાં મોટા થયેલા તુલસી કુમાર સાથે થયેલી રૂબરૂ વાતચિત.

મ્યુઝીકલ ફેમીલીમાંથી આવો છો, તો ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવી કેટલી સહેલી લાગે છે, કે પછી તે મુશ્કેલ પણ હોય છે.

ઘણા લોકોને લાગે છે કે એક બેકગ્રાઉન્ડ હોવાથી અમારા માટે વસ્તુઓ ખૂબ સરળ બની જતી હશે. હું માનું છું કે દરેક વ્યક્તિની પોતાની જર્ની અને સ્ટોરી હોય છે. બોલિવૂડમાં મને આવ્યાને 13 વર્ષ પૂરા થયા છે. મેં ફક્તને ફક્ત મારા કાર્યને લઇને લોકોના દિલમાં મારું સ્થાન બનાવ્યું છે. તમારી ફેમીલીનું બેકનેમ તમને કોઇ એક ફિલ્મમાં કામ અપાવી શકે છે, બીજી ફિલ્મ પણ તમને મળી શકે પણ ત્યારપછી તમારો અવાજ જે રીતે કનેક્ટ થશે, તે મુજબ જ તમને કામ મળશે. તમને સાંભળનારા તમને કેટલા પસંદ કરે છે અને ફરીથી સાંભળવા ઇચ્છે છે કે નહીં તેના આધારે જ તમને આગળ કામ મળી શકે છે. બેકગ્રાઉન્ડના કારણે કદાચ એક બ્રેક મળી પણ જાય, તોપણ તેને જાળવી રાખવું તેના માટે મહેનત કરવી પડે છે.

કેવી રીતે પહેલો બ્રેક મળ્યો.

મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મારા ભાઇ ભૂષણ કુમારે મને અનુ મલિક અને હિમેશ રેશમીયાજી સાથે મુલાકાત કરાવી હતી. તેમને ફક્ત એટલું જ કહ્યું હતું કે તમારી પાસે કોઇ ગીત હોય અને તમને લાગે કે તુલસીનો અવાજ તેના માટે યોગ્ય છે, તો જણાવજો. તે સિવાય કશુંજ કહ્યું નહોતું. મને હિમેશજીએ બોલાવી અને ખૂબ હાઇ પીચ ગીત આપ્યું હતું…મુહોબ્બત કી ગુઝારીશ હો રહી હૈ….તુમ્હે પાને કી કોશિશ હો રહી હૈ….આ ખૂબ હાઇ નોટ ગીત હતું કારણકે તે સમયે હિમેશજીનો સમય હતો અને તે હાઇ નોટના ગીતો જ ગાતા હતા. આ મારું પહેલું ગીત હતું. લોકોએ તેને ખૂબ પસંદ કર્યું.

શરૂઆતનો સમય સ્ટ્રગલ કેટલી રહી.

હિમેશજીનું ગીત હીટ થયું ત્યારબાદ  અનુજી સાથે મુલાકાત થઇ અને તે અક્ષય કુમાર અને કેટરીનાની ફિલ્મ હમકો દિવાના કર ગયે કરી રહ્યા હતા. આ 2005ની વાત છે. તે સમયે સોનુજી સાથે ડુએટ સોંગ તુમ જો ન હોતે તો અચ્છા થા…તુમ જાતે જાતે જાઓ…હમ કો દિવાના કર ગયે… આ ગીત ગાયુ હતું. અનુજી સાથે કામ કરવું એક મનમાં ડર પણ હતો. તે પોતાના કામને લઇને ખૂબ સિરિયસ હોય છે. તે સમયે હું 19 વર્ષની હતી અને આ ગીતની તૈયારી મેં ખૂબ કરી હતી. તે ગીત દરેકને ખૂબ પસંદ આવ્યું. આ ગીત માટે મારું પણ ઓડિશન થયું હતું. તેથી હું કહીશ કે અન્ય લોકોની જેમ મેં પણ ઓડિશન આપીને, મહેનત કરીને સ્થાન મેળવ્યું છે. તે પછી અનેક આલ્બમ્સ અને ફિલ્મોમાં ગીત ગાયા. 2006થી 2009નો સમય મારા માટે સ્ટ્રગલીંગ પિરિયડ હતો. આ સમય દરમિયાન મેં એવા અનેક ગીતો ગાયા જેમાં બેકિંગ વોકલ્સ, કેટલીક લાઇન્સ જ ગાવાની હોય. ક્યારેક ગ્રુપમાં ગીત ગાવાનું હોય. જોકે મેં ક્યારેય ગીત ગાવા માટે ના કહી નથી. અંતે 2010માં મને પહેલું ફિમેલ ઓરીએન્ટેડ ગીત મળ્યું. જે રાહત સાહેબની સાથે હતું અને તેમાં પ્રિતમદાનું મ્યુઝીક હતું. તે ગીત તુમ જો આયે જીંદગી મેં બાત બન ગઇ હતું. તે પછી મેં પાછું ફરીને જોયું નથી.

કઇ ફિલ્મોએ સફળતા અપાવી.

આશિકી 2, સનમ રે, યારીયાં, સોચ ન શકે, સત્યમેવ જયતે, જેવી ફિલ્મો અને તે સિવાય પણ અનેક એવા ગીતો આવ્યા. જેમણે મને સફળતા અપાવી છે. તે સિવાય આ વર્ષે પણ મારા ગીતોને દર્શકો પસંદ કરી રહ્યા છે. તેથી મારી પોતાની જ એક અલગ જર્ની રહી છે. પહેલા મને ફક્ત રોમેન્ટિક ગીતો માટે જ કહેવામાં આવતું પણ વચ્ચે જ્યારે મેં નચેંગે સારી રાત…, સૈયા સુપર સ્ટાર ગીત ગાયા તે પછી તે પ્રકારના ઝોનરના ગીતો પણ મને મળવા લાગ્યા. ગયા વર્ષે સાકી સાકી રે….શહર કી લડકી અને એની સોની …. આ ગીતો એ મને વર્સેટાઇલ બનાવી દીધી. પહેલા મારી પાસે અપર નોટ્સમાં ગીતો ગવડાવવામાં આવતા હતા અને હવે તેઓ મારા વોઇસ સાથે એક્સપરીમેન્ટ કરી રહ્યા છે, જેમાં મારા સ્કેલ અને રેન્જને ધ્યાનમાં રાખવામાં આવે છે. તે મારા માટે ઘણું સારું છે. હું માનું છું કે સમયની સાથે દરેક કલાકારે પોતાની અંદર પણ ફેરફાર કરવો જોઇએ.

રીમિક્સ ગીતો વિશે શું કહેશો.

હું તેને રીમિક્સ નહીં પણ રિક્રિએશન કહીશ. મેં પોતે મારી કરિયર શરૂ કરી તે પહેલા 2002મા રિમીક ગીતો ગાયા છે. મેં ભજન ગાયા છે. હજી પણ ગાઉં છું. હાલમાં ફિલ્મોના ગીતોનું રિક્રિએશન ચાલી રહ્યું છું. ઘણા લોકોને તે પસંદ નથી પણ જે વસ્તું દર્શકોને ગમે છે, તેમને મનોરંજન પૂરું પાડે છે, તે જ ફરીફરીને બને છે. હું પોતે તેનો ભાગ છું. નવી જનરેશને પહેલાવાળું સાકી સાકી સોંગ સાંભળ્યું નહીં હોય, તેમને જૂનું સોંગ ખબર પડે તો તે પણ સાંભળ્યું હશે. આ ફક્ત નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આજના લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. તનિષ્ક બાગચી જે રીતે ગીતોનું રીક્રિએશન કરે છે તે ખરેખર ખૂબ સુંદર હોય છે. તે ફ્રેશ ગીતો પણ સારા બનાવે છે. ગયા વર્ષે ઓ સાકી સાકી રે….શહેર કી લડકી….અને અખીયોં સે ગોલી મારે….અને લોંગ ઇલાયચી… મારા રીક્રિએશન ગીતો હતા અને કબીરસિંહનું તેરી બનજાઉંગી….સાહોનું એની સોની… ફ્રેશ ગીતો હતા.

રીયાલીટી શોઝ ના સીંગર્સ વિશે શું કહેશો. દરેક વ્યક્તિ સફળ થતું નથી.

ઇન્ડસ્ટ્રીના રુલ્સ ખૂબ સ્ટ્રીક્ટ હોય છે. જે પોતાના કામમાં ફોકસ રાખે છે, મહેનત કરે છે, તે આગળ જાય છે. તે ગાયક પછી રીયાલીટી શોમાંથી આવે, બેકગ્રાઉન્ડમાંથી આવે છે કે પછી તે સીધા ચાન્સ મળે તો એન્ટ્રી કરે છે. આવા અનેક ઉદાહરણ છે, જેમાં અરીજીત સિંહ સૌથી મોટું ઉદાહરણ છે. પ્લેટફોર્મ કોઇપણ મળી શકે છે પણ મહેનત જરૂરી છે.

તમે પોતે કેટલો સમય રીયાઝ કરો છો.

સવારનો સમય બેથી ત્રણ કલાક ફાળવું છું. જો ટ્રાવેલિંગ કરતી હોઉં તો પણ આ સમય સાચવી લેવાનો પ્રયત્ન કરું છું. હવે તો ફોન પર અનેક સુવિધા મળી રહે છે. તબલા, તાનપુરા બધી એપ મારા ફોનમાં રાખું છું અને અવાજને ટ્રેઇન્ડ કરતી રહું છું.

તમારા આઇડલ કોણ છે.

હું ઘણાબધા આર્ટીસ્ટને ફોલો કરું છું, જેમાં લતાજી, કિશોરજી, આશાજી, રફી સાહેબ, સોનું નિગમ, કવિતા ક્રિષ્નામૂર્તિ, અલકા યાજ્ઞિકજીને વધારે સાંભળું છું. નવા જનરેશનના લોકોને પણ સાંભળું છું. ઇન્ટરનેશનલી પણ હું અમેરીકન સિંગર બિયોન્સે, વેરી લેટલી, ડેલના અવાજમાં જે ટોન અને પેઇન હોય છે, તે ખૂબ ગમે છે. દરેક કલાકાર પાસેથી ઘણું શીખવા મળે છે.

સૌથી પસંદીદા સિંગર કોણ છે.

લતાજી મારા હંમેશાથી ફેવરેટ છે. તે સિવાય સોનું નિગમ અને અરીજીત તેમજ સુનિધી ચૌહાણ મારા ફેવરેટ છે.

તમારા પિતા વિશે કઇ કહેશો.

ખૂબ ટૂંકા સમયમાં તેમણે જે કાર્ય કર્યું છે. તે કોઇના માટે કરવું શક્ય જ નથી. ટૂંકા સમયગાળામાં તેમણે એક અમ્પાયર ઊભુ કરી દીધું. મારા પિતા સંગીતના બેકગ્રાઉન્ડમાંથી નહોતા. મારા દાદાની ફ્રુટ જ્યુસની દુકાન હતી. મારી દાદી પાસેથી પૈસા લઇને તેમણે રેકોર્ડની દુકાન શરી કરી અને એક નાની દુકાનમાંથી ટી-સિરિઝનું એક અમ્પાયર ઊભુ કરી દીધુ. ખૂબ જ ઓછા સમયમાં કેસેટ કિંગના નામે ઓળખાવું તે ખૂબ મોટી વાત છે. તે સવ રથી સાંજ સુધી કામ કરતા અને રાત્રે તે ભગવાનના ભજન, આરતી વગેરે સૂટ કરતા હતા. મારા માટે મારા પિતા સૌથી મોટી પ્રેરણા છે. તે ખૂબ મદદરૂપ પણ થતા. કોઇને મંદીર તૂટ્યુ હોય તો રીનોવેટ કરાવવું કે ભગવાનના નામે મદદરૂપ બનતા. વૈણ્વદેવીમાં જમણવાર શરૂ કરાવ્યો હતો, જે આજેપણ ચાલી રહ્યો છે.

Loading

Spread the love

Leave a Comment