પ્રતિભાશાળી હાર્ટથ્રોબ માનવ ગોહિલ હાલમાં તેનાલી રામમાં વિજયનગરના રાજા કૃષ્ણદેવરાય તરીકે જોવા મળી રહ્યા છે, જેના પાત્રનાં બહુ વખાણ થઈ રહ્યાં છે. તે બધા શત્રુઓને હરાવનાર અને પોતાના શાસનની સદા રક્ષા કરનાર મહાન રાજાની ભૂમિકા ભજવી રહ્યો છે. તે ન્યાય માટે જાણીતો છે. તેનાલી રામ કૃષ્ણદેવરાયના દરબારમાં દંતકથા સમાન કવિ તેનાલી (કૃષ્ણ ભારદ્વાર)ની વારતા છે, જે ગૂંચભરી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ક્રિયાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. કૃષ્ણદેવરાય ધર્મ અને ન્યાયમાં વિશ્વાસ ધરાવતો રાજા છે. તે ભગવાનનો ડર રાખનારો હોવા છતાં ન્યાય આપવાની અથવા નિર્ણય લેવાની વાત આવે ત્યારે એકદમ વ્યવહારુ બની જાય છે. તેનાલી રામની બુદ્ધિ અને સમસ્યા ઉકેલવાની કાવ્યાત્મક રીતથી પ્રભાવિત થઈને રાજા તેને પોતાના દરબારમાં મંત્રી તરીકે રાખી લે છે. રાજા કૃષ્ણદેવરાય તરીકે માનવ ગોહિલ સાથે સંક્ષિપ્ત વાર્તાલાપ.

યમ હૈ હમ પછી તેનાલી રામ જેવી લોકકથા કેમ પસંદ કરી?

હું શો પસંદ કરું ત્યારે વ્યક્તિ કે પ્રોડક્શન હાઉસ સાથે અમુક સંબંધો જોઉં છું. તેનાલી સબ ટીવી સાથે કોઈક રીતે જોડાણ ધરાવે છે. તેમણે મને રાજા કૃષ્ણદેવરાયની ભૂમિકામાં હું અનુકૂળ રહીશ એવું સમજાવ્યું. યમ તરીકે મારો અનુભવ એટલો અદભુત હતો કે સબ સાથે ફરી એક વાર કામ કરવાની ઉત્સુકતા હતી. મને તેમની સાથે કોમેડી કરવાનું ગમે છે. ઉપરાંત ડ્રામા અને ડેઇલી સોપથી હું કંટાળી ગયો છું. આથી તેનાલી રામની પસંદગી કરી.

તેનાલી રામમાં કૃષ્ણદેવરાય તરીકે તમારું પાત્ર કેટલું અલગ છે?

હું આ પાત્ર કેટલું અલગથી ભજવી શકીશ તે વિશે હજુ પણ વિચારી રહ્યો છું. તે રાજા છે. જોકે રાજા તરીકે ઝાઝું કઇ જ કરવાનું નથી. હું યમ કરતો હતો, ત્યારે પણ મને પાત્ર કેવું ભજવી રહ્યો છું તે જાણતો નહોતો. આવું જ કૃષ્ણદેવરાયનું છે. હું પાત્રની હજુ પણ ખોજ કરી રહ્યો છું. હું પાત્ર સંપૂર્ણ ખૂલે તેની તક જોઈ રહ્યો છું.

રાજા કૃષ્ણદેવરાય સાથે પોતાને કઈ રીતે સાંકળશો?

કૃષ્ણદેવરાય જેવા સમાન ગુણો મારામાં નથી. તે ઘમંડી, નફ્ફટ અને હુકમશાહી છે અને મારી અંદર આવા કોઈ ગુણ નથી. હું અત્યંત મૈત્રીપૂર્ણ છું, જેને તેની આસપાસ લોકો હોય તે ગમે છે.

આ ભૂમિકા માટે તૈયારી કરવામાં કેવા પડકારોનો સામનો કરવો પડ્યો?

સૌથી મોટો પડકાર ભાષા હતી. તે યુગની ભાષા ખરેખર તમારી જીભ પર ભારે લાગે છે અને અમુક શબ્દો યાદ પણ રહેતા નથી. ટૂંક સમયમાં જ હું તેની સાથે ટેવાઈ ગયો છું. ઉપરાંત નાયગાવમાં શૂટિંગ મારો બીજો પડકાર છે. નાયગાવ મુંબઈની બહાર હોઈ ત્યાં સુધી રોજ પ્રવાસ કરવાનું આસાન નથી, ત્યાં પહોંચતાં એક કલાકથી વધુ સમય લાગે છે.

તેનાલી રામ જેવો કોમેડી શો પસંદ કરવાનું શું કારણ છે?

ઈમાનદારીથી કહું તો મને કોમેડી પ્રકારમાં કામ કરવાનું ગમે છે. મને સબ ટીવી જોડે કામ કરવાનું ગમે છે. મેં સબ ટીવી સાથે જોડાણ બનાવ્યું છે તે ખરેખર વિશેષ છે. આખી ટીમ અત્યંત મૈત્રીપૂર્ણ છે, જે બીજે ભાગ્યે જ જોવા મળે છે. આથી જ મને સબ ટીવી સાથે અને કોમેડી પ્રકારમાં કામ કરવાનું ગમે છે. તેઓ ડ્રામા શો બનાવતા નથી.

 

     મેધા પંડ્યા ભટ્ટ

 

 

 

 

Loading

Spread the love

Leave a Comment