લગ્નમાં મોટાભાગે યુવતીઓ સાડી જ પહેરતી હોય છે અને શોપિંગમાં જાય ત્યારે ઘણીબધી સાડીઓ જોઇને કઇ સાડી ખરીદી કરવી તેની પસંદગીમાં પણ ખૂબ મુશ્કેલીમાં મૂકાઇ જતી હોય છે. આમ તો તમે લગ્ન કે રીશેપ્શનમાં ઘણા પ્રકારની સાડીઓ પહેરી શકો છો. જેમા સિલ્ક, બનારસી, નેટ અને શિફોન વગેરેની સાડીઓમાં આજકાલ નેટની સાડીઓનું ચલણ વધારે છે. લોકો તેને વધારે પસંદ કરી રહ્યા છે. નેટની સાડીઓ પહેરવાથી મોર્ડન લુક મળે છે. જો તમે પોતે નક્કી ન કરી શકતા હો તો આ પ્રકારની સાડીઓ પહેરી શકો છો.

  • જો તમારે કોઇ પાર્ટીમાં જવાનું હોય તો પિંક, ઓફ વાઇટ રંગની સાડી પહેરો. આ ખૂબ જ સ્પેશિયલ પ્રકારની સાડી હોય છે. તેને પહેર્યા પછી તમે પાર્ટીમાં અલગ તરી આવશો.
  • રેડ કલર પણ બધાને પસંદ હોય છે. જો તમે કોઇ પાર્ટીમાં રેડ કલરની સાડી પહેરીને જશો તો તમને સુંદર લુક મળશે અને પાર્ટીમાં બધાનું ધ્યાન તમારા તરફ જ રહેશે.
  • આજકાલ બ્લ્યૂ ફ્લોરલ પ્રિન્ટેડ સાડી ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહી છે. તે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. તેની ફૂલોની પ્રિન્ટ તેની સુંદરતાને વધારે છે.
  • કોઇપણ પાર્ટીમાં પહેરવા માટે ઓરેન્જ સાડી પણ બેસ્ટ ઓપ્શન હોઇ શકે છે. આ રંગની સાડીને પહેરીને કોઇપણ પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બની શકો છો.
  • જો તમારે કોઇ ખાસ ફંક્શનમાં જવાનું હોય તો તેના માટે વ્હાઇટ સ્પાર્કિંગ સાડી પહેરો. કોઇપણ પાર્ટીમાં સ્પાર્કિંગ ડ્રેસ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે.

લગ્ન માટે લાઇટવેઇટ લહેંગા

આમ તો લગ્ન માટે બેસ્ટ સિઝન વિંટર કે સ્ર્પિંગ હોય છે પણ મોટાભાગના લોકો ઉનાળામાં લગ્ન રાખે છે. ઉનાળાની ગરમીમાં લોકો વજનદાર કપડાં પહેરવાનું ઓછું પસંદ કરે છે. તેવામાં કોઇ લગ્નનું આમંત્રણ આવી જાય તો મુશ્કેલી ઊભી થાય છે. તેવામાં સતત એક જ ચિંતા રહે છે કે એવું શું પહેરવું જેમાં ગરમી ન લાગે અને ગ્લેમર લુક પણ જળવાઇ રહે. ઘણી યુવતીઓ એવી છે કે લગ્નમાં લહેંગા-ચોળી પહેરવાનું પસંદ કરે છે પણ ઉનાળામાં પોતાને લહેંગામાં કમ્ફર્ટ રાખવું પણ મુશ્કેલ બની રહેતું હોય છે. જો તમે પણ લહેંગા-ચોળી પહેરવા ઇચ્છતા હો તો ઉનાળાને ધ્યાનમાં રાખીને તમારો વિચાર બદલશો નહીં.

તમે લગ્ન સિઝન માટે લાઇટવેઇટ લહેંગા પસંદ કરી શકો છો, જે તમને કમ્ફર્ટ ફિલ કરાવે અને સાથે ગ્લેમરસ લુક પણ આપે. બજારમાં તમને લાઇટવેઇટ લહેંગાની અનેક વરાયટીઝ મળી રહેશે. તમે તમારી પસંદ અને સુવિધા મુજબ તે ખરીદી કરી શકો છો. તમને કેટલાક લાઇટવેઇટ લહેંગાના ઓપ્શન અહીં આપીએ છીએ. તેમાંથી તમે આઇડિયા લઇને બેસ્ટ અને સિઝન પ્રમાણેના પરફેક્ટ લહેંગા પર પસંદગી ઊતારી શકો છો.

  • જો તમે લહેંગાની સાથે દુપટ્ટો ન રાખવા ઇચ્છતા હો તો લોન્ગ જેકેટ સિવડાવો.
  • તમે મિરર વર્ક વાળો પ્રિન્ટેડ લહેંગો પણ પસંદ કરી શકો છો.
  • જો કૂલ અને કમ્ફર્ટ દેખાવા ઇચ્છતા હો તો પ્રિન્ટેડ લહેંગો પસંદ કરો.
  • તમે ઇચ્છો તો વ્હાઇટ કલરમાં થ્રેડ વર્કવાળો લહેંગો પસંદ કરી શકો છો, જેની સાથે દુપટ્ટો પણ લેવો પડશે નહીં.
  • બોલ્ડ લુક માટે સ્કાઇ બ્લૂ લહેંગો પસંદ કરો, જેની સાથેનું બ્લાઉઝ સ્ટ્રેલી સ્લીવ્સવાળું હોય.
  • બેબી પિંક કલરમાં લાઇટ અમ્બ્રોડરીવાળો લહેંગો પણ ટ્રાય કરી શકાય છે.
  • જો તમે ગ્લેમર લુક ઇચ્છતા હો તો ફેધર ડિટેલિંગ લાઇટવેઇટ લહેંગો પસંદ કરી શકો છો.
  • ટૂલ ફેબ્રિકવાળા ફ્લોરલ પ્રિન્ટેડ લહેંગા પણ સમર વેડીંગ માટે પરફેક્ટ ગણાય છે.
  • આછી એમ્બ્રોડરીવાળો લહેંગો પણ ખરીદી શકો છો.
  • બનારસી પ્રિન્ટેડ લહેંગો પણ પરફેક્ટ ગણાય છે કારણકે તે કમ્ફર્ટની સાથે ગ્લેમરસ પણ દેખાશે.
  • તમે તમારા પ્લેઇન લહેંગા સાથે ફુલકારી દુપટ્ટો તેમજ ફુલકારી વર્ક સ્ટ્રેપી બ્લાઉઝ પણ પહેરી શકો છો.
  • તમે ટૂલે ફેબ્રિકવાળો લહેંગો પણ પહેરી શકો છો. જે તમને પરફેક્ટ લુક આપશે.

 

હાઇટ મુજબ લહેંગાની પસંદગી

પોતાના લગ્નમાં દરેક વ્યક્તિ ખાસ દેખાવા ઇચ્છે છે. વર-વધુ દરેક પ્રસંગ માટે પોતાના ડ્રેસની પસંદગી કરતી વખતે સજાગ રહે છે. કેવા પ્રકારની ડ્રેસ, તેનો રંગ, સ્ટાઇલ, પેટર્ન, શું પહેરવું જેનાથી પર્સનાલીટી વધારે સારી લાગે અને દરેકની વચ્ચે સુંદર દેખાઇ શકે તેવી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. લગ્નમાં દરેકની નજર તેમના પર જ હોય છે.

લગ્ન સમયે દુલ્હન માટે સૌથી ખાસ તેનો લહેંગો હોય છે, જેને લઇને તે ખૂબ જ સંવેદનશીલ હોય છે. લહેંગાની ખરીદીમાં રંગ અને વજન ઉપરાંત દુલ્હનની હાઇટનું સૌથી વધારે મહત્વ રહેલું છે. હા, તમને કદાચ અમારી વાત પર વિશ્વાસ ન આવે પણ લહેંગાની પસંદગી કરતી વખતે દુલ્હનની હાઇટના લીધે ઘણો ફરક પડે છે. તેના માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

દુલ્હનની હાઇટ ઓછી હોય તો તેણે પોતાના માટે લગ્નની ખરીદી કરતી વખતે ખૂબ ધ્યાન રાખવું પડે છે. સ્ટાઇલ, પ્રિન્ટ, પેટર્ન બધી જ વાતો ધ્યાનમાં રાખવી પડે છે. ઓછી હાઇટવાળી દુલ્હન માટે હાઇ વેસ્ટ લહેંગો સૌથી બેસ્ટ ઓપ્શન હોઇ શકે છે. તેનાથી તમે લાંબા દેખાશો. તે ઉપરાંત ડબલ કે મલ્ટીટોનના સ્થાને સિંગલ ટોન લહેંગા પર પસંદગી ઊતારવી. શોર્ટ બ્લાઉઝ અને હાઇ હિલ પણ તેમના માટે બેસ્ટ ઓપ્શન છે. ઓછી હાઇટવાળી દુલ્હનોઓ સરારા લહેંગા પસંદ ન કરવા જોઇએ. તેનાથી તેમની હાઇટ ઓછી દેખાય છે. ઉપરાંત પહોળી બોર્ડવાળા લહેંગા પણ પહેરી શકાય છે. તેની સાથે લાંબી ચોળી વધારે સુંદર દેખાશે. જો તમારી હાઇટ સારી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તેમાં હિલ્સ પહેરવાની જરૂર નથી. તમે લહેંગાની લંબાઇ સુધીની હિલ્સ રાખી શકો છો. હાઉનેકલાઇન સારી લાગશે. આગળ અને પાછળ બંને તરફથી ડિપ નેકલાઇન પણ આકર્ષણ લાગશે.

બ્રાઇડલ હેરસ્ટાઇલ

લગ્નના દિવસે દુલ્હન પોતાના બ્રાઇડલ લહેંગાની સાથે હેરસ્ટાઇલ પણ પરફેક્ટ હોય તેનું ખાસ ધ્યાન રાખે છે. હેરસ્ટાઇલની વાત કરીયે તો હાલમાં બ્રાઇડ સિંપલ અંબોડાના બદલે ટ્વિસ્ટિડ બન પર પહેલી પસંદગી ઉતારવામાં આવે છે. જેના કારણે તેમના વાળની ડિઝાઇન નેટના દુપટ્ટામાં પણ સ્પષ્ટ રીતે દેખાઇ શકે. જે દેખાવમાં પણ ખૂબ એટ્રેક્ટીવ લાગે છે.

 

 

કેટલીક ડિઝાઇન વિશે જાણીયે જે હાલમાં ખૂબ ટ્રેન્ડમાં છે.

– રેડ રોઝ વિથ મોગરા ગજરાનું હેરબન

– રિયલ બેબી બ્રેથ ફ્લાવર વિથ ટ્વિસ્ટિડ બન

– આર્ટિફિશિયલ ફ્લાવર વિથ બ્રોચ હેરસ્ટાઇલ

– કલરફુલ ફ્લોરલ બ્રાઇડલ બન

– પર્લ હેર એક્સેસરીઝ વિથ બ્રોચ હેરબન

– મોગરા ફ્લાવર્સ હેર એક્સેસરીઝ વિથ બ્રાઇડલ બન

– વ્હાઇટ ફ્લોરલ હેર બન વિથ ટ્વિસ્ટિડ હેરસ્ટાઇલ

– બ્રાઇડલ બનને આપો મલ્ટી લેયર્સવાળા બ્રોચથી સ્ટાઇલિશ લુક

– રોઝ વિથ મોગરા ફ્લાવર્સ બ્રાઇડલ હેર બન

– મૈસી હેરસ્ટાઇલ વિથ મલ્ટી બ્રોચ હેર એક્સેસરીઝ

 

Loading

Spread the love

Leave a Comment