મિકા સિંહને કોઇ ઓળખાણની જરૂર નથી. વર્ષોથી બોલિવૂડમાં પોતાની એક ઇમેજ બનાવી રાખી છે અને તેને જાળવી પણ રાખી છે. હાલમાં ચેનલ્સ પર રીયાલીટી શોઝ વધી ગયા છે. જેમાં દર વર્ષે નવા નવા જજને આપણે જોઇએ છીએ. મિકા સિંહ પણ હવે રીયાલીટી શો જજ કરતા જોવા મળવાના છે. જોકે આ પહેલા તેમણે ફક્ત સંગીત અને કોમેડી શોઝ જ જજ કર્યા છે. ઇન્ડિયા કે મસ્ત કલંદર જેવા શો ને તેઓ પહેલીવાર જજ કરવા જઇ રહ્યા છે. તેમની સાથે આ સંદર્ભે થયેલી વાતચિત.

ઈન્ડિયા કે મસ્ત કલંદર જેવા શોનો હિસ્સો બનવાનું કેવું લાગે છે?

બહુ સારું  લાગે છે. આ નવો વિચાર, નવી ટીમ છે. હું પણ પહેલી વાર આવો શો જજ કરવાનો છું. હમણાં સુધી મેં કોમેડી શો અથવા સંગીત સંબંધી રિયાલિટી શો જજ કર્યા છે. આ શો અલગ છે. આ ખરેખર સારો વિષય છે.

તમે ભૂતકાળમાં ઘણા બધા શો કર્યા છે. આ શો તેનાથી કઈ રીતે અલગ છે?

આ શો એકદમ અલગ છે. આમાં ફક્ત ગાયન નથી. આમાં બધા જ પ્રકારની પ્રતિભા છે. તેમાં કોમેડી અને ડાન્સ પણ હશે. અમુક અતરંગી કરતૂતો પણ હશે. હું પોતે એ બાબતે રોમાંચિત છું કે શું થવાનું છે. હું થોડાં વર્ષ પૂર્વે ઘણા બધા શો કરતો હતો એટલે એક- દોઢ વર્ષ બ્રેક લીધો હતો. હવે પાછો આવી રહ્યો છું. મને એવું લાગે છે કે આ શો દ્વારા કઇક નવું જાણવા અને જોવા મળવાનું છે.

આ શો પસંદ કરવાનું કોઈ ચોક્કસ કારણ છે?

હું હંમેશાં નવા અને અલગ પ્રકારના શો કરું છું. મને લાગે છે કે હું પોતે નવીનતા પસંદ કરું છું. જેવા કોઇ નવો ધ્યેય છૂપા.લો હોય, નવો પ્રકાર હોય અને મારે માટે નવું હોય તેમાં હું સાહસ ખેડવા માગું છું. આથી મને ખાતરી છે કે લોકોને તે ગમશે.

આ શોમાં દર્શકોને શું જોવા મળવાનું છે?

મેં હમણાં સુધી 4-5 લોકોને જોયા છે અને તેઓ એકદમ અલગ છે. મેં હીલ્સ પહેરીને નાચતા છોકરાઓનું ગ્રુપ જોયું છું. મેં અગાઉ આવું ક્યારેય જોયું નથી, સિવાય કે અર્જુન કપૂરને એક ગીતમાં. કદાચ ફિલ્મોને કારણે લોકોને કઇક નવા વિચારો અને નવા સાહસ કરવાની પ્રેરણા મળે છે, તેવું મને લાગે છે. જોકે કઇક અલગ હોવું કે કરવું તે પણ પોતાનામાં છૂપાયેલા ટેલેન્ટને દર્શાવે છે.

જજ  તરીકે તમારી સામે કયા પડકારો હશે એમ લાગે છે?

હું શો જોયા પછી જ પડકારોને સમજીશ. આમાં ઘણા બધા સ્પર્ધકો છે. આથી પહેલેથી જજ કરવાનું મુશ્કેલ છે. અગાઉ એક જ પ્રકારની પ્રતિભા સામે આવતી હતી, પરંતુ અહીં વિવિધ વયજૂથની ઘણી બધી પ્રતિભાઓ સામે આવશે. અમારે થોભો અને રાહ જુઓ નીતિ અપનાવવી પડશે.

શો જૂદા જૂદા ટેલેન્ટ્સ પર કેન્દ્રિત હોઈ શું તમારી પોતાની પાસે આવી કોઈ ટેલેન્ટ છે?

મને લાગે છે કે કલાકારમાં એક્સ- ફેક્ટર હોવું જોઈએ. ઘણા બધા કલાકારો ફક્ત ગાય છે. શાહરુખ અને સલમાનમાં તમને એક્સ- ફેક્ટર જોવા મળશે. મને લાગે છે કે આ મહત્ત્વપૂર્ણ છે અને તો જ વ્યક્તિ લાંબી મજલ કાપી શકે છે. મારી અંદર પણ અમુક ગુણો છે. હું ગાયક અને ડાન્સર છું. મને લાગે છે કે ગાયક તરીકે બહુ ઓછા લોકો આવા શો જજ કરવા માટે લેશે.

તમે ઘણા બધા ગંભીર ટેલેન્ટ શોનો હિસ્સો રહ્યા છે. આ કોમેડી ટેલેન્ટ શો તમે પહેલી વાર કરી રહ્યા છો?

ના, મેં અગાઉ પણ કોમેડી ટેલેન્ટ શો કર્યા છે. મેં હમણાં સુધી અનેક કોમેડી શોમાં જજ તરીકે ભૂમિકા ભજવી છે. બીજું, મેં અમુક સંગીતના રીયાલીટી શો પણ જજ કર્યા છે, પરંતુ  આ સહેજ અલગ છે.

કોમેડી શોમાં જજ બનવાનું કોઇ કારણ?

મને કોમેડી ગમે છે. મને લાગે છે કે કોઈકને હસાવવા માટે આ સૌથી સારું કાર્ય છે. જોકે આ ફક્ત હસાવવાનું કામ નથી. તમને ઘણી બધી છૂપી પ્રતિભાઓ જોવા મળશે, જે તમે અગાઉ ક્યારેય નહીં જોઇ હોય.

હાલમાં તમે ટેલિવિઝન પર વધુ દેખાઓ છો. શું ટેલિવિઝન તમારું હાલમાં ફેવરીટ છે કે બોલીવૂડ પર હજુ પણ પ્રેમ છે?

નિશ્ચિત જ બોલીવૂડને લીધે જ હું અહીં છું. ભવિષ્યમાં હું ફિલ્મ નિર્માણ કરવાનો છું અને નિર્માતા બનવાનો છું. આથી હું નવી પ્રતિભાઓ ગાયકો અને ડાન્સરોને આગળ લઈ જવા માગું છું. મારી કંપની મ્યુઝિક એન્ડ સાઉન્ડ પણ છે, જે માટે મેં ઘણા બધા ગાયકોને હમણાં સુધી સાઈન કર્યા છે. હું કોમેડિયન્સને પણ સાઈન કરીને તેમને લોન્ચ કરવાનો છું.

Loading

Spread the love

Leave a Comment