ફિલ્મની શરૂઆત થઇ ત્યારે સલમાન ખાનના બનેવી તરીકે ઓળખાતો આયુષ હવે ‘છોગાળા બોય’ તરીકે ઓળખાવા લાગ્યો છે. સલમાન ખાન દ્વારા પ્રોડ્યુસ ફિલ્મ ‘લવયાત્રી’માં તે ગુજરાતી ગરબા ટીચરના મુખ્ય પાત્રમાં છે. ફિલ્મી દુનિયામાં જ પોતાની કરીયર બનાવવાના સપના જોનાર આયુષની પહેલી ફિલ્મ ‘લવયાત્રી’ છે અને તેમાં તેના ગુજરાતી ગરબા સ્ટેપ્સ અને ગીતો ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યા છે. આયુષ સાથે થયેલી રૂબરૂ વાતચિત.

 

ગુજરાતી ગરબા કરવા અને તેના સ્ટેપ્સ શીખવા કેટલા મુશ્કેલ રહ્યા.

અમે તેના માટે છ મહિનાનો વર્કશોપ કર્યો હતો. મને ગરબાના સ્ટેપ્સ અને ગરબા શીખવામાં છ મહિનાનો સમય લાગ્યો. પહેલા મુશ્કેલ હતું પણ હવે તે મારા માટે સરળ બની ગયા છે. શરૂઆતમાં લાગ્યું કે ખરેખર ખૂબ જ મુશ્કેલ છે. ફોક ડાન્સ છે. અમારે કંઇક અલગ જ કરવું હતું. જેટલા લોકો પણ ગરબા રમે છે, તે દરેકને લાગે કે ખરેખર સરસ કર્યું છે અને અમારા ગરબા જોઇને તેમને પણ ફરીથી રમવાની ઇચ્છા થઇ જાય. જે લોકો ગરબા રમતા નથી તેમને પણ જોઇને રમવાની ઇચ્છા થઇ જાય. તે ફિલીંગ લાવવામાં છ મહિનાનો સમય લાગી ગયો. અમારી જે કોરીયોગ્રાફર હતી તે ગુજરાતની હતીં તેમણે કહ્યું જ હતું કે હું ગુજરાતી છું એટલે વ્યવસ્થિત જ શીખવું પડશે. તેમણે ખૂબ જ સરસ ટ્રેનિંગ આપી જેના કારણે મને ધીમે ધીમે ગરબા સાથે પ્રેમ થઇ ગયો. મને પોતાને મજા આવવા લાગી તેથી ડાન્સ લાગ્યો જ નહીં. તે સમયે મને સમજાયું કે લોકો ગરબા રમવા જઇએ છીએ એવું કેમ કહે છે. ગરબા કરવા જઇએ તેવું કહેતા નથી.

પહેલા ક્યારેય અન્ય કોઇ ડાન્સ કર્યો કે શીખ્યા છો.

હું પોતાને ડાન્સર માનતો જ નથી. આજે ગરબા દ્વારા મને એક સારા ડાન્સરનો ટેગ મળ્યો છે, પ્રસિદ્ધી મળી રહી છે, તે ફક્ત ગરબાના કારણે જ છે. લોકોનો પ્રેમ મળી રહ્યો છે. તે મારું નસીબ છે. મોટાભાગે લોકો ડેબ્યુ કરનાર એક્ટરને ડાન્સમાં હિપોપ કે અન્ય ફોર્મ કરવા માટે કહેતા હોય છે. હું કદાચ પહેલો કલાકાર છું જે ફિલ્મમાં ફોક કરી રહ્યો છું.

ડેબ્યુ એક્ટર તરીકે ફોક(ગરબા) ટીચરનું પાત્ર પસંદ કરવાનું કારણ શું.

હું માનું છું કે આજની યંગ જનરેસન પોતાના કલ્ચરથી ખૂબ દૂર જઇ રહી છે. લોકો પહેલા દિવાળી કે અન્ય તહેવારો પર પોતાના કુટુંબીજનો પાસે જવાનું વધારે પસંદ કરતા હતા. હવે લોકો વિડીયો કોલ કરી લેવાનું પસંદ કરે છે. યુવાનો કલ્ચરથી દૂર થઇ રહ્યા છે. આપણે આપણા તહેવારો ઓછા ઉજવીએ છીએ અને વિદેશી ડેય્ઝને વધારે મહત્વ આપી રહ્યા છીએ. હેલેવન પાર્ટી થાય છે પણ હોળી રમાતી નથી કારણકે સ્કીન ખરાબ થઇ જાય. આપણે આપણા જ કલ્ચરથી દૂર થઇ રહ્યા છીએ તેથી હું ફરીથી લોકોને તેમના કલ્ચર સાથેનો પરિચય કરાવી શકું તેથી જ આ પાત્રને પસંદ કર્યુ છે.

લવયાત્રી ફિલ્મ દ્વારા ગુજરાત અને ગુજરાતી લોકો સાથે કેટલા જોડાયા.

નવ દિવસ નવરાત્રીનું શૂટ બરોડામાં કર્યું. ફિલ્મનું એક મહિનો શૂટ કર્યું તે દરમિયાન ઘણા બધા સારા અનુભવો થયા. અમદાવાદમાં પણ શૂટીંગ કર્યું છે. મને તો પોતાને લાગે છે કે હું મોટાભાગે ગુજરાતી બની ગયો છું. મારા માટે ગુજરાત પાછુ આવવું કોઇ શહેરમાં આવી રહ્યો તેવું નથી. મને મારા ઘરે આવી રહ્યો હોવાની ફિલીંગ થાય છે. મને મારી પહેલી ફિલ્મના શૂટીંગ દરમિયાન જ સેટ પર લોકોનો એટલો પ્રેમ મળ્યો છે તે મારા માટે અવર્ણિય છે. પહેલી ફિલ્મમાં કોઇ સ્ટારકાસ્ટને જોવા આવતું નથી પણ અમારા સેટ પર ખૂબ જ લોકો જોવા મળતા હતા. અમે અમદાવાદમાં હતા ત્યારે કેટલાક લોકો ખાવાનું લઇને આવતા હતા. વેનિટી વેનમાં તકલીફ હોય તો લોકો પોતાનું ઘર અને રૂમનો ઉપયોગ કરવા આપતા હતા. મને ગુજરાતી તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે.

ગુજરાતી ગરબા ટીચર બનવા માટે કેવા સ્ટેપ્સ શીખવા પડ્યા.

ઘણા બધા સ્ટેપ્સ શીખ્યા છે. તમે જો સ્ટેપ્સ કરશો તો હું તમે ફોલો સરળતાથી કરી શકીશ. હું પોપટીયુ, ચકરડી, ઘોડી, ડાયમંડ, દોઢીયા વગેરે શીખ્યો છું.

સલમાનજી સાથેનું ફેમીલી રીલેશન હોવાથી કેટલો સપોર્ટ તેમની તરફથી મળ્યો.

હું મારી સફળતાનો સંપૂર્ણ શ્રેય સલમાનજીને જ આપું છું. તેમણે મને પહેલા દિવસથી સપોર્ટ કરી રહ્યા છે. મ્યુઝીક લોન્ચમાં આવે છે. ટ્રેલર લોન્ચ પર આવે છે. અમારી ફિલ્મના દરેક ગીતને ટ્વીટ કરે છે. અમને જે પણ પ્રસિદ્ધી મળી રહી છે, તે એમના કારણે જ છે. તેમણે એક ઇન્ટરવ્યૂહમાં કહ્યું હતું કે આયુષનું કામ જોઇને તેને જજ કરજો. મારા સાથેના રીલેશનને જોઇને તેને જજ કરતા નહી. આજે લોકો મને છોગાળા બોય તરીકે ઓળખે છે, તે મારા માટે મોટી વાત છે. આપની સાથે એક કિસ્સો શેર કરીશ. હું વચ્ચે ગાડીમાં જતો હતો, ત્યારે રસ્તામાં સિગ્નલ પર ઊભો રહ્યો ત્યારે ત્યાં કેટલાક છોકરાઓ બલૂન વહેચતા હતા. તેમણે મને જોઇને કહ્યું કે આ છોગાળા ગીતમાં આવે છે, તે છે. લોકો મારા નામથી નહીં, મારા ફેમીલી ના કારણે પણ નહીં પરંતુ મને છોગાળા બોય તરીકે ઓળખે છે, તેનાથી ખૂબ ખુશ છું. તે સિવાય જ્યારે બરોડામાં પહેલીવાર પ્રમોશન શરૂ કર્યું ત્યારે 40થી વધારે બાળકો મને રીસીવ કરવા એરપોર્ટ પર આવ્યા હતા. તે સમયે મને લાગ્યું કે હજી તો મારા કામની લોકો સુધી ખબર પણ નથી અને લોકોનો આટલો પ્રેમ મળી રહ્યો છે.

છોગાળા ગીત વિશે શું કહેશો.

હવે તો એક ઇમેજ જ બની ગઇ છે. છેલ્લા બે મહિનાથી આ ગીત પેન ઇન્ડિયા પર ટોપ થ્રી પર છે. આજે આ ગુજરાતી ગીત આખા દેશના લોકો સાંભળી રહ્યા છે. તેથી મને લાગે છે કે હું ખૂબ લકી છું. દરેક કલાકાર સરસ કામ કરે છે, મહેનત કરે છે પણ દર્શકો તેને સ્વીકારે તેના પર જ બધો આધાર રહેલો છે.

સલમાનજી પાસેથી કેટલી ટીપ્સ મળી છે.

તેમણએ મને કહ્યું છે કે તું ફિલ્મથી ક્યારેય મોટો નથી. ફિલ્મ તારા કરતા વધારે મોટી છે. સેટ પર 100થી વધારે લોકો તમારા માટે કામ કરતા હોય છે. જો ક્યારેય તમે શૂટ માટે ના પાડો છો, તો પ્રોડ્યુસર તે લોકોને પૈસા આપશે નહીં. 150 લોકો જે રોજની કમાણી કરતા હોય છે, તેમને તે દિવસે તકલીફ પડે છે કારણકે શૂટીંગ અટકી જાય છે. તેથી સેટ પર જવાથી આપણે કોઇના પર ઉપકાર કરતા નથી. તેને કામના આર્થમાં લેવાનું હોય છે. એક ફિલ્મ એક પ્રોજેક્ટ પર આધારીત હોય છે. જ્યારે પણ સેટ પર જાઓ તો લોકોના દિલ જીતવાનો પ્રયત્ન કરવો જોઇએ.

 

Loading

Spread the love

Leave a Comment