આપણે હંમેશા ઘરની સજાવટ પ્રત્યે વધારે સભાન રહેતા હોઇએ છીએ. તેમાં પણ હવે તો સજાવટમાં વસ્તુઓનો ફેરફાર કરતા રહેવો તે ટ્રેન્ડ બની ગયો છે. ઘરમાં નવી નવી વસ્તુઓની ખરીદી કરીને લાવીએ અને સજાવટ કરીયે તેના કરતા જો ઘરમાં જ પડેલી જૂની વસ્તુઓને નવી રીતે પ્રેઝન્ટ કરીને તેનો સજાવટમાં ઉપયોગ કરીયે તો યુનિક લાગશે. ઘણાર ઘરમાં જૂની વસ્તુઓ જોઇ જોઇને પણ કંટાળો આવતો  હોય છે, તો તે વસ્તુઓને તમે કઇ રીતે નવી બનાવીને સજાવટમાં મૂકી શકો તે જાણીયે.

બેગ – તમારી જૂની હેન્ડબેગને તમે ફેંકવાના બદલે તેમાં આર્ટીફિશિયલ ફૂલ ગોઠવીને દિવાલ પર સજાવી શકો છો. તમે જો ઇચ્છો તો ઉપયોગમાં ન હોય તેવી કપડાં ભરવાની બેગ લઇને તેમાં વર્ટીકલ ગાર્ડન પણ તૈયાર કરી શકો છો. તેનાથી ઘને નવો લુક મળશે. ઘરમાં નાના નાના ક્લચ પર્સને પણ તમે સજાવીને વોલપીસ તરીકે ઉપયોગ કરી શકો છો.

પ્લેટ – પેપર પ્લેટ, પ્લાસિટ્ક પ્લેટ, કાચની પ્લેટનો ઉપયોગ અનેક રીતે થઇ શકે છે. તેમાં તમે અનેક પ્રકારની ડિઝાઇન કે કલર કરીને કે પછી કોઇ પ્રકારના પિક્ચર્સ ચોંટાડીને વોલપીસ તરીકે ગોઠવી શકો છો. પ્લેટ્સને તમે અન ઇવન સિકવન્સમાં પણ ડેકોર કરી શકો છો. તેના પર ડેકોરેશન કરવાની અનેક રીત છે.

બોટલ્સ – કાંચ અને પ્લાસ્ટિકની બોટલ્સને તમે ઘરમાં ખાલી થયા પછી ઉપયોગમાં લેતા ન હો તો હવે તેનો ડેકોરેશનમાં ઉપયોગ કરી શકો છો. કાચની બોટલ પર પેઇન્ટ કરને તમે તેનો ફૂલદાન તરીકે ઉપયોગ કરી શકો છો. તેનો લેમ્પ તરીકે પણ સુંદર ઉપયોગ કરી શકાય છે. પ્લેઇન કલર કરીને તેમાં કલરીંગ સ્ટોન ભરીને સજાવટમાં પણ રાખી શકો છો. પ્લાસ્ટિકની બોટલ્સને તમે કટ કરીને તેમાંથી હેંગીંગ ડિઝાઇનર લેમ્પ કે હેંગીગી ડેકોરમાં લઇ શકો છો. તે ઉપરાંત તેના સેટન્ડ પણ બનાવી શકાય છે. અનેક પ્રકારની વસ્તુઓ બનાવીને હોમ ડેકોરમાં ઉપયોગમાં લઇ શકાય છે.

બોલ – ઘરમાં નાના કે મોટા પ્લાસ્ટિકના કે અન્ય રમવાના બોલ હોય તો ઘણીવાર જૂના થઇ જતા તેને ફેંકી દેવામાં આવે છે. તો તેને પણ ડેકોરેશનમાં લઇ શકાય છે. મોટા બોલમાંથી તો લેમ્પ પણ બનાવી શકાય છે. તે ઉપરાંત તેના પર મનગમતી સજાવટ કરીને હેંગીગ ડેકોરમાં પણ ઉપયોગ કરી શકાય છે.

જૂની ફિલ્મોની સીડી – ઘરમાં જૂની ફિલ્મોની સીડી પડી હોય તો લોકો તેના પર પોતાના ફએમીલીના પિક્ચર્સ લગાવીને ફેમીલી ફ્રેમ બનાવતા હોય છે. રાઉન્ડ શેઇપમાં તમે ફોટો લગાવીને વોલ પર તેને સિકવન્સમાં લગાવીને અલગ લુક આપી શકો છો. તે ઉપરાંત તેનો હેંગીંગ ડેકોરમાં કે તોરણ બનાવવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ફેમીલી પિક્ચર્સને પણ હેંગીંગ કરીને સિકવન્સમાં લગાવીને મૂકી શકાય છે. ઉપરાંત તમે બાસ્કેટ પણ તેમાંથી બનાવી શકો છો. તોરણ પણ બનાવી શકાય છે.

કપ – આપણે આઇસ્ક્રિમ કે કોલડ્રીન્ક્સ પીતી વખતે જે પ્લાસ્ટિક કે પેપરના કપનો ઉપયોગ કરીયે છીએ તેને પણ હોમ ડેકોરમાં સજાવટમાં ઉપયોગમાં લઇ શકાય છે. તેમાં મનગમતા ડેકોરેશન દ્વારા તોરણ બનાવી શકાય છે. અત્યારે લાંબા તોરણની ખૂબ ફેન છે, તો તેમાં આ કપનો ઉપયોગ ખૂબ જ સરસ રીતે તમે કરી શકો છો.

પ્લાસ્ટિક બાસ્કેટ – ઘણી બાસ્કેટ જૂની થયા પછી તેનો રંગ ઊડી ગયા પછી તેને ફેંકી દઇએ છીએ. ઉનાળામાં તેનો ખાસ ઉપયોગ કરી શકાય છે. તેમાં તમે નાના નાના પ્લાન્ટ્સ રાખીને તેને હેંગીગ તરીકે ઘરની અંદર લગાવી શકો છો. તે ઉપરાંત તેના ઉપર તમે કોઇ સારી બાંઘણને ઢાંકીને તેને ઘરમાં ફક્ત સજાવટ તરીકે ટીંગાડી શકો છો. તેનાથી જૂના જમાનાનો લુક મળશે જે ખૂબ સુંદર લાગશે. ઉપરાંત તેનો લેમ્પ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.

આવી તો અનેક વસ્તુઓ તમારા ઘરમાં તમારી સામે હશે અને તમને ખબર પણ નહીં હોય કે તેનો ઉપયોગ સજાવટમાં કરી શકાય છે. સ્ટોન, ડાયમંડ. લેસ, સિલ્કના કે કોટનના રંગીન દોરા, કોટન ડિઝાઇનર પેચીસ, મોટી, ટીકી વગેરે અનેક સજાવટની વસ્તુઓનો ઉપયોગ કરીને તમે વેસ્ટ મટીરીયલને બેસ્ટ બનાવી નવી રીતે ઘરને સજાવી શકો છો.

 

 

 

Spread the love

Leave a Comment