દરેક ફિલ્મમાં રાજકુમાર રાવ નું પાત્ર કંઇક અલગ પ્રકારનું જ જોવા મળે છે હાલમાં જ આવેલી ફિલ્મ ‘મેડ ઇન ચાઇના’માં તેનો અલગ અંદાજ દર્શકોને જોવા મળ્યો. રાજકુમાર રાવની ઘડિયાળમાં વધારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા નથી. ‘ડોલી કી ડોલી,’ ‘હમારી અધુરી કહાની’, ‘રાબતા’ અને ‘બહેન હોગી તેરી’ જેવી ચાર નિષ્ફળ ફિલ્મોને નજરઅંદાજ કરીએ, તો રાજકુમાર રાવ નું કરિયર ખૂબ જ સારું રહ્યું છે. તેઓ સતત અલગ-અલગ પ્રકારની વાર્તાઓવાળી ફિલ્મો ઉપરાંત વાસ્તવિકતા સાથે જોડાયેલી તેમજ મેસેજ બેઝ્ડ ફિલ્મો કરીને સફળતા તરફ આગળ વધી રહ્યા છે. હાલમાં તેમની આવેલી ફિલ્મ ‘મેડ ઈન ચાઈના’ને લઈને ચર્ચામાં છે. બોલિવૂડમાં મળેલી સફળતા નિષ્ફળતા નો શ્રેય ફક્ત કલાકારની જવાબદારી બની જાય છે. તેના વિશે તેઓ શું વિચારે છે અને તેમના આગળના પ્રોજેક્ટ કયા કયા છે. હાલમાં જ તેમની આવેલી ફિલ્મ અને કરિયરને લઈને તેમની સાથે થયેલી વાતચીત.

દરેક ફિલ્મમાં અલગ પ્રકારનું પાત્ર ભજવવું કેટલું સરળ અને મુશ્કેલ બની રહે છે.

સરળ કંઈ જ હોતું નથી. ખૂબ મહેનત કરવી પડે છે પરંતુ તેનાથી એક કલાકાર તરીકે આત્મસંતોષ મળે છે. દરેક પાત્રની પોતાની અલગ માંગ હોય છે. તે માંગને પૂરી કરીને દર્શકો સમક્ષ તેને રજૂ કરવું એક કલાકાર તરીકે મારી જવાબદારી બની જાય છે. હું મારા પાત્ર મુજબ મારું વજન વધારતો અને ઘટાડતો રહું છું. આ મારું કામ છે, પરંતુ ઘણીવાર પાત્ર ખૂબ જ ડિમાન્ડિંગ હોય છે. હવે હું દરેક પ્રકારની ફિલ્મો કરી રહ્યો છું. જેમાં રીયલ સ્ટોરી બેઝ્ડ, બાયોપિક, રોમેન્ટિક, સુપરનેચરલ પાવરવાળી ફિલ્મો પણ કરું છું. ફિલ્મ મેડ ઇન ચાઇનામાં તમે મને અલગ જ પાત્રમાં જોયો.

ફિલ્મ ‘મેડ ઇન ચાઈના’ની ઓફર મળી ત્યારે તમને તેની કઈ બાબતે ફિલ્મ કરવા માટે ઇન્સ્પાયર્ડ કર્યા.

આ ફિલ્મ રઘુના પાત્રની જર્ની ખૂબ કમાલની છે. આ પ્રકારનું પાત્ર મેં હજી સુધી ભજવ્યું નથી. આ ફિલ્મ ખૂબ હસાવે છે, પરંતુ દર્શકોને હસાવવા માટે તેમાં કોઈ જોક કરવામાં આવતો નથી. ફિલ્મની સિચ્યુએશન્સ એ પ્રકારની છે કે દર્શકોને હસવું આવી જાય છે. પાત્રની સાથે જે ઘટનાઓ બને છે. તેને લઈને દર્શકોને મનોરંજન મળી રહે છે.

ફિલ્મના પાત્ર વિશે અને આ પાત્ર માટે કરવી પડેલી તૈયારીઓ વિશે શું કહેશો.

રઘુ અમદાવાદ ગુજરાતનું એક નિષ્ફળ યુવાન બિઝનેસમેન છે. જે પોતાના પરિવાર માટે કંઈક કરવા ઇચ્છે છે, પરંતુ હંમેશા નિષ્ફળ રહે છે. તે અનેકવાર બિઝનેસના જુદા જુદા આઇડિયા પર નસીબ અજમાવી ચૂક્યો છે પરંતુ ક્યારેય સફળ થતો નથી. અચાનક તે ચાઇના પહોંચી જાય છે. ત્યાં તેને જે મળે છે તેને લઈને તે ભારત પાછો આવે છે અને રઘુ નું જીવન બદલાઈ જાય છે. રઘુના આ પાત્ર માટે મારે ગુજરાતી ભાષા શીખવી પડી. રઘુ અમદાવાદનો રહેનાર છે. તો તે હિન્દી બોલશે, તો કઈ રીતે બોલશે. મોટાભાગે ફિલ્મમાં જે પ્રકારના પાત્ર રજૂ કરવામાં આવે છે તેનાથી અમારે કંઈક અલગ કરવાનું હતું. આ ફિલ્મની સંપૂર્ણ વાર્તા વાસ્તવિકતાનું વાતાવરણ ઉભો કરી દે છે. તેના માટે મેં ઘણી મહેનત કરી છે. હું થોડો સમય અમદાવાદ જઈને રહ્યો. કેટલાક લોકોને મળ્યો, તેમની સાથે વાતચીત કરી, તેમના અવાજ રેકોર્ડ કર્યા, ત્યાં મેં જોયું કે પાતળા દેખાતા લોકોના પણ પેટ બહાર આવેલા છે. તેના કારણે મારા પાત્રને આ પ્રકારનું બનાવવા મારુ 10 કિલો વજન વધારીને શરીરને એ પ્રકારનું બનાવ્યું.

બોમન ઈરાની અને પરેશ રાવલ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો.

બંને સાથે મારે ખૂબ સારો અનુભવ રહ્યો. બંને ખૂબ અનુભવી કલાકારો છે. હું તેમના કામનો ખૂબ મોટો ફેન છું. તેમની સાથે રહીને હું એક ખાસ વાત શીખ્યો છું કે કોઈપણ પ્રયત્ન વિના પડદા પર પોતાના કિરદારને કેટલું વાસ્તવિકતાથી રજૂ કરી શકાય છે. તેમની સાથે હિન્દી સિનેમા અને અન્ય વિષયો પર ખૂબ ચર્ચાઓ પણ કરી. પરેશજી અને બોમનજી સાથે તેમના જૂના પાત્રો અને અનુભવો વિષે પણ ખૂબ વાતો કરી. તેમણે તેમના પાત્રો ભજવતા એ વખતે તે સમયે કઈ રીતે કામ કર્યું હતું, તે જાણીને તેમની પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું.

બોલિવૂડની ફિલ્મોમાં સફળતા અને નિષ્ફળતા માટે કલાકારને જવાબદાર ગણવામાં આવે છે તેના વિશે શું કહેશો.

દરેક ફિલ્મ સાથે આવું થતું નથી. જ્યારે ફિલ્મના ડિરેક્ટર ખૂબ મોટું નામ ધરાવતા હોય તો ફિલ્મની સફળતાની ક્રેડિટ ડિરેક્ટરને પણ જાય છે. કલાકારનો ચહેરો લોકોની સમક્ષ હોય છે તેથી ક્રેડિટ તેમને જાય છે અને મહત્વ પણ તેમનું વધી જાય છે. હું નસીબદાર છું કે મારી કેટલીક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી નથી, પરંતુ લોકોએ દરેક ફિલ્મમાં મારા કામના વખાણ કર્યા છે. ભગવાનની મારા પર દયા છે કે અત્યાર સુધી કોઈએ પણ મારી ઍક્ટિંગ એબિલિટી પર આંગળી ચીંધી નથી.

આવનારી ફિલ્મો કઈ કઈ છે.

હવે પછી હંસલ મહેતાની ‘તુર્રમ ખાં’, ‘રુહી આફઝા’, ‘સ્ત્રી 2’ અને અનુરાગ બસુની એક નવી ફિલ્મ કરી રહ્યો છું. હાલમાં અમે ‘વાઈટ ટાઈગર’ ની શૂટિંગ શરૂ કરવાના છીએ.

Loading

Spread the love

Leave a Comment